શૂરવીરની પહેલી મિલન-રાત – ઝવેરચંદ મેઘાણી 1


{ આપણા લોક સાહિત્યમાં, દુહા છંદ સાહિત્યમાં પણ શૃંગારરસનું ખૂબ ભાવપૂર્ણ નિરૂપણ છે. ક્યાંક એ રસદર્શન ખૂબ ઉત્કટ છે તો ક્યાંક ફૂલની બંધ પાંખડી જેટલું, પ્રફુલ્લિતકર ઉષ્માસમું છે, જલદ કામોદ્દીપન જેવું નહીં. શ્રી ઝવેરચંદ મેઘાણીએ તેમના પુસ્તક “લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય – વ્યાખ્યાનો અને લેખો” અંતર્ગત આપણા લોકસાહિત્યને ખૂબ સુંદર અને ઊંડાણથી ખેડ્યું છે, સમજણ આપી છે અને રસદર્શન કરાવ્યું છે. પ્રસ્તુત રચના તેમના આ જ પુસ્તકના “લોકસાહિત્યનું સમાલોચન” એ પ્રકરણમાંથી લેવામાં આવ્યું છે. શૃંગારરસનું ભારોભાર તેમાં નિરૂપણ છે. લડવૈયા શૂરવીરના લગ્નની પ્રથમ રાત્રીનું તેમાં નિરૂપણ છે. લોકસાહિત્યની આ રચના સ્વયંસ્પષ્ટ સમજી શકાય એવી સહજ છે. આ જલદ શૃંગારસાહિત્ય છે, પ્રથમ મિલનરાત્રિએ પહોરેપહોરે ઉદ્દીપન, પ્રણય અને રસોપભોગ સઘન બને છે. }

પહેલો પહોરો રેનરો, દીવડા ઝાકમઝોળ;
પિયુ કંટાળો કેવડો, ધણ્ય કંકુની લોળ્ય.

બીજો પહેરો રેનરો, વધીયા નેહ-સનેહ;
ધાણ્ય ત્યાં ધરતી હો રહી, પિયુ અષાઢો મેહ.

ત્રીજો પહોરો રેનરો, દિવડા સાખ ભરે;
ધણ્ય જીતી પિયુ હારીયો, રાખ્યો હાર કરે.

ચોથો પહેરો રેનરો, બોલ્યા કૂકડ કાગ;
ધણ્ય સંભાળે કંચવો, પિયુ સંભાળે પાઘ.

આઠમો પહોરો દિવસરો, ચડી દિવડલે વાટ;
ધણ મરકે ને પિયુ હસે, ફેર બિછાવો ખાટ.

(શૂરવીરની પહેલી મિલન રાત – સાભાર સૌરાષ્ટ્રની રસધારમાંથી અને પછી લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય પુસ્તકમાં પ્રકાશિત)


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One thought on “શૂરવીરની પહેલી મિલન-રાત – ઝવેરચંદ મેઘાણી

  • Pancham Shukla

    દમદાર તળપદી રતિવાર્તિક. ૮માં પહોર સુધી લંબાવી સાતત્યની ઝાંખી પણ આપી દીધી.