હિન્દી ભાષાની કેટલીક સુંદર વેબસાઈટ/બ્લોગ્સ – જીજ્ઞેશ અધ્યારૂ 11
હિન્દીના બ્લોગ જગતમાં એક લટાર મારવાનો અવસર મળ્યો. હિન્દી ભાષાનું બ્લોગ અને ઈન્ટરનેટ વિશ્વમાં યોગદાન ખૂબ વધી રહ્યું છે અને આપણા સૌ માટે એ પણ આનંદની વાત જ કહેવાય. એ મિત્રએ પાઠવેલી કેટલીક વેબસાઈટ માંથી થોડીકનો આજે પરિચય. આ શ્રેણી કદાચ બે ત્રણ ભાગમાં વહેંચવી પડે એટલી બધી વેબસાઈટ અને બ્લોગ મળ્યા છે. બ્લોગવૈવિધ્ય એટલું તો વિશાળ છે, વિષયોની પસંદગી અને છણાવટ પણ એટલી સરસ છે કે વાંચવાની ખરેખર મજા આવી જાય. તો ચાલો હવે જઈએ એક અનોખા સફર પર, સ્થળ છે હિન્દી બ્લોગ જગતની કેટલીક સુંદર વેબસાઈટસ / બ્લોગ્સ ….