હું છુ મન થી ગામડિયો – દિપક રાવલ 1


હું છુ મન થી ગામડિયો,
કાદવમા રહીને પણ કદી ન ભૂલ્યો,
મારી મા, માતૃભાષા અને માતૃભૂમિને
હું છુ મન થી ગામડિયો.

કારતક, માગશર, પોષ, મહા, ફાગણ ગયા,
કદી ન ભૂલ્યો ચૈત્રી નવરાત્રિ,
હું છુ મન થી ગામડિયો.

હૈયે વસ્યા વૈશાખ , જેઠ, અષાઢ, શ્રાવણ,
ગયા ભાદરવો અને આવ્યો વ્હાલો આસો,
હું છુ મન થી ગામડિયો.

વાયો વાયરો વસંતનો વતનમાં,
લાગે તેની શીતળતા અહીં દૂર મને,
હું છુ મન થી ગામડિયો

વરસે મેહ, મારા વતનમા,
તરસ મારી અહીં છિપે,
હું છુ મનથી ગામડિયો.

ભૂલ્યો નથી મારા સંસ્કાર,
મારો પરિવાર ઍ મારું ધન છે,
હું છુ મનથી ગામડિયો,

ધિક્કાર છે ઉજળા મેલાને
જેણે નષ્ટ કરી મારી સંસ્કૃતિ,
દુનિયાને વટલાવી પોતે સુધરે,
મને ગર્વ છે અંતે હું સમજી ગયો,
હું છુ મનથી ગામડિયો,

મને એ વાતની જરા પણ શરમ નથી,
કે હું છુ ગુર્જર મનથી ગામડિયો !

– દિપક રાવલ


આપનો પ્રતિભાવ આપો....

One thought on “હું છુ મન થી ગામડિયો – દિપક રાવલ