મોર, તું તો આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો;
મોરલો મરતલોકમાં આવ્યો
લાલ ને પીળો મોરલો અજબ રંગીલો,
વર થકી આવે વેલો;
સતી રે સુહાગણ સુંદરી રે,
સૂતો તારો શે’ર જગાયો રે;
મોરલો મરતલોકમાં આવ્યો… મોર, તું તો..
ઇંગલા ને પીંગલા મેરી અરજુ કરે છે રે;
હજી રે નાથજી કેમ ના’વ્યો;
કાં તો શામળીયે છેતર્યો ને કાં તો
ઘર રે ધંધામાં ઘેરાયો રે;
મોરલો મરતલોકમાં આવ્યો… મોર, તું તો..
રાજકોટ જીલ્લાના ગોંડલ પાસે આવેલ ઘોઘાવદર ગામે થઇ ગયેલા રવિભાણ સંપ્રદાયના ભક્તકવિ, જીવણદાસને તેમની અથાગ કૃષ્ણભક્તિના લીધે દાસી જીવણ તરીકે ઓળખાય છે, તેમના પદો તથા ભજનો આજે પણ લોકજીભે તથા જનમાનસમાં પ્રચલિત છે. ગુજરાતના મીરાંબાઈ ગણાતા જીવણદાસ પ્રસ્તુત ભજનમાં તેઓ આત્માને એક મોરની સાથે સરખાવી તેને મૃત્યુલોકમાઁ આવ્યાના કારણો તથા ઉપાયો વિશે ચિંતન કરે છે.
દરેક ભજન મા નામાચરણ આવતુ હોય ,આમા દરશાવેલુ નથી..પાચમી લીટીમા “સતી રે સુહાગન કે સુતી રે સુહાગન”બન્ધબેસે ?,પ્રશ્ન થાય સમાધાન કરશો..
ધન્યવાદ, સમજવાલાયક ખુબ જ સરસ ભજન .આનન્દ થયો.
દાસી જીવણ..વિષે વધુ વિગત
http://wp.me/PGcya-47
અરે વાહ મોરલો મરત લોક્મા આવ્યો.
“મોર, તુ તો આવડા તે રૂપ ક્યાથિ લાવ્યો”
શ્રિ જિવનદાસ ને ધન્ય છે જે ભારતનિ ધર્તિ પર જનમ લિધો…
ચન્દ્રા