બાણશૈયા ઉપર – શ્રી અનિલભાઈ જોશી 2


ઊંધ ન સ્વપ્નની સાવ વચ્ચે સૂતો

ના જીવું, નામરું, બાણશૈયા ઉપર

આમતો સાવ પડખે ઊભા છો તમે

કેમ પડખું ફરું બાણશૈયા ઉપર?

લો હવે બંદગીનો સમય થઈ ગયો

કેમ સજદા કરું બાણશૈયા ઉપર?

શોષ પડ્તો હતો એટલો તો મને

ઝાંઝવા સંધરું બાણશૈયા ઉપર

પાયને પાયલાગણથી દૂર રાખજો

ખૂંચશે ગોખરું બાણશૈયા ઉપર

લોહીનાં સગપણો યાદ આવ્યા કરે

ક્યાંથી કરવાં શરૂ બાણશૈયા ઉપર

આમતો દાખલો સાવ ખોટો હતો

શું ગણતરી કરું બાણશૈયા ઉપર

– શ્રી અનિલભાઈ જોશી


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “બાણશૈયા ઉપર – શ્રી અનિલભાઈ જોશી