ઘણા મહીનાઓ પહેલા આ શૃંખલા શરૂ કરી હતી પણ પછી સર્ચ કરવા જરૂરી સમયના અભાવે અટકી પડી. ગયા અઠવાડીયે ડીજીટલ કેમેરા અને ફોટોગ્રાફી વિશેની વેબસાઈટસ વિશે લખ્યું હતું. આજે થોડું અલગ અને નવું. આજે કેટલીક ટાઈમપાસ પૈસા વસૂલ વેબસાઈટસ વિષે.
ઓફીસમાં ઘણાં પેપર્સ હોય છે, અને તે પેપર્સની વચ્ચેથી મોં ઉપાડવાનો જ્યારે તમને સમય મળે ત્યારે આ એક વેબસાઈટ અવશ્ય જુઓ. એ અસંખ્ય પેપર્સના ઢગલા માંથી એકાદ પેપર ઉપાડો અને અહીં બતાવ્યા પ્રમાણે “કળા” કરો.
અનેક ફ્લેશ બેઝ્ડ એપ્લીકેશન્સ અને તેના અવનવા અને ચિત્ર વિચિત્ર ઉપયોગો વિષે આ વેબસાઈટ જેટલી સમૃધ્ધિ ભાગ્યેજ ક્યાંક જોવા મળે, એક કણની ગુરુત્વાકર્ષણ ક્ષમતા હોય કે કર્સરનો ફૂલોનો બગીચો, કે બિંદુઓમાંથી રચાતી અનેકો આકૃતિઓ …. અહીં દરેક પ્રોગ્રામ નવીન છે.
કોપીરાઈટ વગરના ૧૪૦૦૦થી વધારે પુસ્તકો – લેખો અને સંદર્ભો વાંચવા માટેની એક ઉત્તમ વેબસાઈટ, એરીસ્ટોટલ, વિક્ટર હ્યૂગો તથા માર્ક ટ્વેઈન જેવા લેખકોનાં અનેક પુસ્તકો અહીં વાંચવા મળશે. અને તે પણ તદન ફ્રી.
કાંઈ કામ ન હોય અને મારવા માટે માખીની પણ અછત પડતી હોય તો અહીં આ વેબસાઈટ પર આવો, તમારી માખી મારવાની સ્કીલ અહીં વાપરો, કદાચ બીજાઓએ મારેલી માખી કરતા વધુ માખી મારો.
નવરા બેઠા આવતી કાલના વર્તમાનપત્રની હેડલાઈન વિચારો અને એ કેવું દેખાશે એ આ વેબસાઈટ પર જુઓ. પર્સનલ ગિફ્ટ માટે નકલી સમાચારપત્રો બનાવો.
બે સરખા ચિત્રો અને તેમની વચ્ચે ભેદ બતાવવાવાળી રમત રમ્યા છો? આ વેબસાઈટ આપે છે એ રમત સાથે ટાઈમપાસની પૂરી ગેરેંટી. અને એક પછી એક લેવલમાં વધતી મુશ્કેલી આ વેબસાઈટની ખાસીયત છે.
To visit the series about wonderful websites : click Know More ઇન્ટરનેટ
થન્ક યોઉ ફોર લિસ્તિન્ગ ઓઉર પેર્સોનલિસેદ ગિફ્ત સિતે વ્વ્વ્િન્થેપપેર્ો.ઉક ! અપ્પ્રિઅતે ઇત ઃ)
અરે વાહ! આ તો ખજાનો આપી દીધો . મને માત્ર પહેલીની જ ખબર હતી.
અજમાવી જોઈશ.
પણ આ કેવળ ટાઈમ પાસ નથી. સ્વાનુભવે લખું છું કે. આપણે આને ધ્યાનની એક રીત તરીકે વાપરી શકીએ. અને બહુ જ રસ પડે તેવી રીત – શુષ્ક નહીં .
wonderful please write about some learn of computer or
internet it’s helpful for freshner on net
like me truly your’s
jayesh i darji
Aabhaar ane Abhinandan!
khub upyogi mahitee.
kamlesh
this is a fine site