મુંબઈ મેરી જાન


૨૬ નવેમ્બર રાત્રે ૧૦.૩૦ વાગ્યે જ્યારે ટીવી પર મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ પર ગોળીબારના સમાચાર સાંભળ્યા ત્યારે કલ્પનાય ન હતી કે આ સમાચાર એક એવી કરુણાંતિકા ની શરૂઆત કરી રહ્યા છે જે આપણા “ફાઈનાન્શીયલ કેપીટલ” અને સાંસ્કૃતિક રાજધાની મુંબઈને ધરમોળી દેશે અને આખો દેશ સ્તબ્ધ થઈ આપણા પર થયેલા આ હુમલાઓને અને તેને લીધે મૃત્યુ પામેલા લોકો, શહીદ થયેલા સિપાહીઓ અને આખાંય વિશ્વમાં “ભારત અસુરક્ષિત છે” એવી ગાઈ વગાડીને કરાઈ રહેલી જાહેરાતો ભારે હ્રદયે અને મજબૂર ભાવનાઓ સાથે જોવા પડશે. કોઈ પણ બહારના કહેવાતા “ધર્મ રક્ષકો” ભારતમાં આવી આવો ખૂનામરકી વાળો ખેલ કરી, કે પોતે પોતાનો આત્મઘાત કરી સાથે ઘણાયને મારી એક ખાસ દેશ કે સંગઠનને તેની સફળતાની ઉજવણી કરવાનો મોકો આપે, એ એક ભારતીય નાગરીક તરીકે મને પોસાય તેમ નથી. મને રાજકારણીઓની નથી ખબર, કેટલાંય એવા સમાચારો આ જ સમયમાં વહી રહ્યા છે કે જે કહે છે કે જેના ભરોસે આપણે જીવીએ છીએ એ આપણા નેતાઓ આપણી રક્ષા કરવાના છે કે પોતાના ખીસ્સા ભરવામાં અને રાજકીય મહત્વાકાંક્ષા પૂરી કરવામાં છે.

એ બધાંય જે ભારતની સુરક્ષાને, તેના ઔચિત્યને અને ધર્મનિરપેક્ષતાને, અખંડીતતાને હળવાશથી લેવાની કોશીશ કરી રહ્યા છે (ભલે તે અંદરના હોય કે બહારથી આવી હુમલા કરતા હોય) તેમને એક જ વિનંતિ, અમને યુધ્ધ નથી જોઈતું, પણ જો કોઈ અમારી વચ્ચે આવી અમારા પર જ હુમલો કરવાનો અને અમને જ વિખેરવાનો, ઝઘડાવવાનો પ્રયત્ન કરશે તો ભારતીયો જેટલા શાંત છે એટલી જ હિંમતથી જવાબ પણ આપી શકે છે. ગાંધીજી પર ભારતને ગર્વ છે તો ભગતસિંહ સામે પણ અમારું મસ્તક નમે છે.   અમારી ધીરજની પરિક્ષા લેવાનું રહેવા દો …. નહીં તો ………

આપણા શહીદોને પ્રભુ તેમની શરણમાં લે અને તેમના આત્માને શાંતિ આપે ….. અને આવા કામ કરવા વાળા તેમના અંજામ સુધી જલ્દી પહોંચે તેવી પ્રાર્થના સાથે આ ગીત અર્પણ છે …… એ બધા નિર્દોષ શહીદ લોકોને જેમણે આમાં એક ભારતીય નાગરીક હોવાની આકરી કીંમત ચૂકવી છે.

ईश्वर अल्लाह तेरे जहाँ में, नफ़रत क्यों है जंग है क्यों
तेरा दिल तो इतना बड़ा है, इन्साँ का दिल तंग है क्यों

क़दम क़दम पर सरहद क्यों है, सारी ज़मीं जो तेरी है
सूरज के फेरे करती है, फिर भी कितनी अंधेरी है
इस दुनिया के दामन पर, इन्साँ के लहू का रंग है क्यों

गूँज रही हैं कितनी चीखें, प्यार की बातें कौन सुने
टूट रहे हैं कितने सपने, इनके टुकड़े कौन चुने
दिल के दरवाज़ों पर ताले, तालों पर ये ज़ंग है क्यों

May God Bless all those hurt and bless their families to endure the pain and sorrow.

God Bless India.


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “મુંબઈ મેરી જાન

 • natvermehta

  આ ત્રાસવાદીઓને આપણા જ દેશમાંથી સપોર્ટ મળ્યો હોવો જોઇએ. નહિતર એકી સમયે મુંબઇના ત્રણ ત્રણ જવાંમર્દ પોલિસ અધિકારીઓ કઇ રીતે પળભરમાં શહિદ થઇ જાય? મુંબઇ પોલિસમાંથી જ પળેપળની બાતમી ત્રાસવાદીઓને મળતી હોવી જોઇએ કે આ ત્રણે પોલિસ અધિકારીઓ ક્યાં છે અને શું કરી રહ્યા છે…નહિતર આમ ત્રણે એક સમયે માત્ર ગણતરીની પળોમાં શિકાર ન જ બને.

  આપણા આ બાહોશ પોલિસ અધિકારીઓની પણ ભુલ કે અતિવિશ્વાસ ભારે પડ્યો.. શું એઓની પાસે બુલેટપ્રુફ જેકેટ ન્હોતા???? પણ અમને કોણ મારે…?? કાબે અર્જુન લુંટ્યો…વહી ધનુષ વહી બાણ….!!
  આપણે આપણા તંત્રને પણ્ ઢંઢોળવાની, ખંખેરવાની તાતી જરૂરિયાત છે. રાજકારણિઓ હવે ખોટાં ખોટાં મોટાં મોટાં નિવેદનો કરશે… ઘાયલોની મુલાકાત લેશે…કરોડ કરોડ રૂપિયાના મરોણોત્તર ઇનામો(મોદીસાહેબ) જાહેર કરશે… થોડાં દિવસો આવું ચાલશે. પછી વહિ રફ્તાર..
  પાકિસ્તાન પર પણ દોષારોપણ કરવાનો શું હક? ત્યાં પણ ત્રાસવાદ છે અને આખી મેરિયટ ઊડાવી દીધેલ છે.

  ત્રાસવાદનો ઊપાય છે જન જાગૃતિ..એ માટે આપણે કલ્કિ અવતારની રાહ જોવી કે શું..?

  આપને હજુ આપણા સંસદ ભવન પર હુમલો કરનાર ત્રાસવાદીને ખવાડાવી-પીવડાવી રહ્યા છીએ અને બીજા ત્રીસની યાદી પાકિસ્તાનને આપીએ એતો વિચિત્ર વાત છે.

  આપણે શું ત્રાસવાદને ટક્કર આપવાના? આપણા જ એક સમયના ગૃહપ્રધાન ખુદ ત્રાસવાદીને સાથે લઇને ઊડીને અફઘાનિસ્તાન જઇને સોંપણી કરી આવે અને પછી આપણે ત્રાસવાદ સામે વાતો કરીએ આપણેને શોભા જ નથી આપતું.. આપણે નમાલા છીએ.. રહીશું… અને આપને કહેતા રહીશુ… અહિંસા પર્મોધર્માઃ… અને મરતાં રહીશું… આ એક પકડાયેલ અને જીવતો રહી ગયેલ ત્રાસવાદી પણ આપણો મહેમાન બની રહેશે અને એને ફાંસીએ લટકાવતા પહેલાં બીજા ઘણા હુમલા માટે તૈયાર થયેલ ત્રાસવાદીઓ એમનું કામ કરી જશે.

  માફ કરશો.. લાંબુ લખી નાંખ્યુ..
  નટવર મહેતા
  http://natvermehta.wordpress.com/

 • અખિલ સુતરીઆ

  કેમ એવું વિચારો છો કે …

  ‘‘ ….. ભલે આપણે કોઇ માટે કશું જ ના કરી શકીએ પણ …… ‘‘

  કુરૂક્ષેત્રમાં જો તમે મારા સારથી બનવા તૈયાર હો તો હું તમારો અર્જૂન …

  બાકી કિનારે ઉભા રહીને બોલવાનુ બહુ જ સહેલુ છે. …

  પ્રભુ તેમને સદબુદ્ધી આપે કે ના આપે ….

  પ્રભુએ તમને આત્મસન્માન સાથે જીવવાની હિંમત અને જીગર તો આપ્યા છે ને ??

  બે હાથ હવે ફક્ત લખવાના કામને બદલે લાફો મારવાના કામમાં પણ લઇ શકાય.

  શરીરમાં વહેતુ લોહી ગરમ થયુ હોય … તો યાદ કરો કે, સુભાષચંદ્ર બોઝને .. તેમણે કહ્યું હતુ કે .. ‘મને તમારૂ લોહિ આપો, હું આઝાદી અપાવીશ‘ …

  ઉકળવા માંડયું હોય તો …. ભગતસિંહનું સ્મરણ કરો …

  નાલાયક અને અયોગ્ય એવા રાજકારણીઓના નામ દઇને તેમને રાજકારણમાંથી … રાષ્ટ્રના વહિવટ કરવામાંથી દૂર કરવા કોક નક્કર એક્શન પ્લાન બ્લોગ પર મૂકવા વિનંતી.

  તમારી લેખનક્ષમતાને નવા સ્વરૂપની જરૂર છે.

 • RAMESH K. MEHTA

  TERRORISM IS A BY-PRODUCTS OF OUR POLITISIANS.
  THEY ARE DANGEROUS THAN TERRORIST.THEY ARE REAL
  PROBLEM FOR THIS NATION. IT IS OUR DUTY TO FIND
  OUT OUR LEADER LIKE VALLBHBHAI PATEL WHO CAN
  CONTROL OUR POLITICIAN.

 • dineshtrivedi

  I have read all the comments thoroughly written above. Almost everyone has one or other way, blamed thick skin politicians for recurrences of terrorists activities within our country number of times. It happened in other countries too like America, Britain etc. but only once because their ruling government took stern steps against terrorism.

  Again, Parliamentary elections are very near but voter has no choice but chose one of the contesting person, irrespective of the party. Moreover, many of the seats are exclusively reserved for SCs and STs. What do one expect from the illiterate and un-experienced elected person from these communities, other than raising finger up when asked for by other party members. It has been revealed by newspapers that most of the contesting candidates has criminal records but still, they have been permitted to contest election, may be from Jail. It can happen only in India.

  Let me tell you gentleman that I am an ex-serviceman having sacrificed my youth that come only once in life [from the age of 20 to 35] to the nation and hence my temperament is bit different. Though I am not Congress favouring person but still, I remember Late Smt. Indira Gandhi and Lal Bahadur Shatri, both our ex-PMs.
  Had we had honourable people like them today, Pakistan would have been smashed within 48 hours. That is the only and ultimate solution to end terrorism.

 • shivalay

  મારા ઘરમાં બેઠા બેઠા આ ધડાકા સંભળાતા હતા.
  કેટલી ઘૃણા ભરી હશે આપણા દેશ વિરુદ્ધ કે આટલુ હિણ કૃત્ય કર્યું આટલી નાની ઉંમરના છોકરાઓએ !
  જેવું ભરશે તેવું પામશે. બધા પોલિટીશીયનો જાડી ચામડીનાં હોય છે. એમના કાને આ ગુંજ પહોંચતી જ નથી.

 • atuljaniagantuk

  જે બન્યું તે ઘણું દુઃખદ છે પણ અપણી NSG એ પાર પાડેલું ઓપરેશન કાબીલે દાદ છે. આપણે આપણા લશ્કરનો જુસ્સો વધારીએ એટલું જ નહી પણ આપણા સંતાનોને લશ્કરમાં જોડાવા માટે પ્રેરણા અને તાલીમ પણ આપીએ. પ્રજાનો એક હિસ્સો સંશોધન કરે, એક હીસ્સો દેશનું રક્ષણ કરે, એક વિભાગ વેપાર વાણીજ્ય સંભાળે અને સહુ સાથે મળીને દેશને આગળ વધારીએ.

  રાજકારણીઓને નમ્ર પ્રાર્થના કે તેઓ ચુંટાય કે ન ચુંટાય પણ દેશના સર્વોચ્ચ હિતમાં પોતાનો સ્વાર્થ કે પક્ષા પક્ષી છોડીને ફાળો આપે. અને એક ચેતવણી કે હવે ખીસ્સા ભરવાનું બંધ કરીને દેશના હિતમાં કાર્ય કરવા લાગી જાઓ નહી તો એ સમય દુર નથી કે રાજકારણીઓને પ્રજા જાહેરમાં જ મેથીપાક આપે અને કદાચ પ્રભુને પ્યારા પણ કરી દે.

 • Malay

  Politicians will only use this as an agenda for coming election. And not only Indians but the very people of Mumbai will forget this within a month or so. We have seen such example in 1993.

  So, it looks very good in writing but the history of such incidents suggests that nothing happens afterwards.

 • ગોવીંદ મારૂ

  જ્યાં સુધી રાજકીય પક્ષો મત મેળવવાની લાયમાને લાયમાં ગુનેગારો અને ત્રાસવાદીઓની પીઠ પંપાળવાનું બંધ નહીં કરે ત્યાં સુધી આવું થતું જ રહેવાનું!!!!!!!!!!!

  નીર્દોષ નાગરીક ભાઇ-બહેનો તેમજ જવાંમર્દ સીપાહીઓની શહાદતને નત મસ્તક લાખ લાખ સલામ.

 • nilam doshi

  બીજું કશું કદાચ ન કરી શકીએ તો પણ આપણી આસપાસ કોઇ વેરઝેરની..કોઇ કોમવાદની ભાવના ન ફેલાય..કે ન ફેલાવીએ અને શક્ય તેટલી બૂઝાવી શકીએ તો પણ ઘણું. દરેક પોતાનું આંગણુ વાળી નાખે તો શેરી આપોઆપ સાફ ન થ ઇ જાય ? દીપથી દીપ ન જલી શકે ?

  આ ક્ષણે તો મને એજ કદાચ સાકું તર્પણ લાગે છે.
  તેમની સંવેદનામાં સહભાગી કદાચ આ રીતે થઇ શકાય ?

 • જીગ્નેશ અધ્યારૂ

  અખિલભાઈ, તમારી વાત કદાચ રાજકારણીઓને અસર ન કરે, પણ એક ભારતીય નાગરીક હોવાને નાતે, અને ખાસ કરીને રાજકારણીઓની માનસીક નપુંસકતા જોઈને કંટાળેલા મેં જો આવી વાત લખી છે, તો તેનો મતલબ એ જ છે કે સામાન્ય માણસની લાગણીઓને આગ લગાડવાનું રહેવા દો…… કદાચ “વેનસડે” ફક્ત એક ફિલ્મ ન રહેતા હકીકત પણ બની શકે.

  બાકી “ગાંધીજી પર ભારતને ગર્વ છે તો ભગતસિંહ સામે પણ અમારું મસ્તક નમે છે. અમારી ધીરજની પરિક્ષા લેવાનું રહેવા દો …. નહીં તો ………‘ સાંભળી સાંભળી અને વાંચી વાંચીને ત્રાસી ગયો છું” , આમ કહી, એવું કહેવાના મારા હક્કને હું નહીં છોડું, જો તમારી પાસે કોઈ અક્સીર ઉપાય હોય તો બતાવવા વિનંતિ. બાકી કેમ્પ શરૂ કરવાના વિચાર હજી સુધી મને આવ્યા નથી. કારણકે રાજકારણ મારું કામ નથી, તમે જો આવું કાંઈ કરો તો જરૂરથી જાણ કરશો.

  કોમેન્ટ માટે ખૂબ ખૂબ આભાર

  જીગ્નેશ અધ્યારૂ.

 • અખિલ સુતરીઆ

  માફ કરજો, અધ્યારુસાહેબ, તમારી લાગણીને સમજી શકું છું પણ … હવે‘ ગાંધીજી પર ભારતને ગર્વ છે તો ભગતસિંહ સામે પણ અમારું મસ્તક નમે છે. અમારી ધીરજની પરિક્ષા લેવાનું રહેવા દો …. નહીં તો ………‘ સાંભળી સાંભળી અને વાંચી વાંચીને ત્રાસી ગયો છું. ચાલો એક કેમ્પ આપણે પણ શરુ કરીએ. ફન્ડ તો અમેરીકામાં વસતા હિન્દુઓ અને ગુજરાતીઓ આપશે જ ને ??