હું સૂરજ ! હું દરીયો – ગુણવંત શાહ 10


સમી સાંજનો દરિયો

ધીમે ધીમે અરે !

સૂર્ય આ મારામાં આથમીયો !

હવે આ હવા લથડતી ચાલે

અને આ ઢળતી આંખ અકાળે

નભથી ઝરમર ઝરી રહી છે

પથભૂલી વાદળીઓ !

આંખોની સામે આ ઉડ્યું અંધારાનું વન

પળપળમાં પથરાયાં કેવા જોજન જોજન

હું મારામાં ડૂબી રહ્યો છું

હું સૂરજ ! હું દરીયો

 – ગુણવંત શાહ


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “હું સૂરજ ! હું દરીયો – ગુણવંત શાહ