વડોદરામાં આ ત્રણ દિવસ વીકએન્ડ રજા ગાળ્યા પછી ખૂબ જ મજા આવી. આઈનોક્સ મલ્ટીપ્લેક્ષમાં બચના એ હસીનો જોયું, સાથે રીલીઝ થયેલા મૂવીઝ માં આ સૌથી વધારે જોવાતુ હતું ..મજા પડી પણ સ્ટોરી ના નામ પર ખૂબ નબળી કડીઓ છે, રણબીર પ્રભાવશાળી છે….બાકી બધુ ઠીક છે… તો બિગ બઝારમાં ૧૩ થી ૧૭ ઓગસ્ટના મહાબચત અભિયાનને ય જોયું, લેન્ડમાર્ક બુકસ્ટોરની અને મ્યુઝિક સેક્શન ની મુલાકાત લીધી, તો નવા બનેલા શોપીંગ મોલ એમ ક્યૂબ અને વડોદરા સેન્ટ્રલ સામે આવેલા સેન્ટ્રલ સ્ક્વેર ની મુલાકાત લીધી. પંદરમી ઓગસ્ટે સેન્ટ્રલ સ્ક્વેરની મુલાકાત લીધી, ધ્વજવંદન અહીં થયુ હતુ એટલે તિરંગાને ફરકતો જોવાની મજા આવી. ખૂબ મોટા સફેદ કલરના જાહેરમા મૂકેલા મેસેજ બોર્ડ પર પંદરમી ઓગસ્ટ માટે ઘણા લોકોએ મેસેજ લખ્યા, મેં ય લખ્યું…અહીં રીબોક, નાઈકી, વુડલેન્ડ જેવી નામી કંપનીઓના શોરૂમ્સ છે, બીજા માળે ક્રોમા નો વિશાળ ઈલેક્ટ્રોનીક્સ શો રૂમ છે….ફરવાની અને અનેક વેરાઈટી જોવાની મજા પડી.
એક દિવસ સૂરત પણ આંટો મારી આવ્યો. ભૂલથી બરોડા થી સૂરત જતા એસ ટી માં ચડી ગયો, છ કલાક થયા, કારણ કે બરોડા થી ભરૂચ વચ્ચે રોડ છ લેન નો થાય છે, એક સિવિલ એન્જીનીયર હોવાના લીધે રોડ કન્સ્ટ્રક્શન જોવાની મજા પડી પણ એક મુસાફર તરીકે ખૂબ કંટાળ્યો. ખરાબ રસ્તો અને વારે વારે ટ્રાફીક જામ….રસ્તો તો બનશે ત્યારે વપરાશે પણ અત્યારે તો ૩૦૦ કીમી માં ત્રણ વાર ટોલ ટેક્સ આપીને ખરાબ રસ્તો ભોગવવો પડે છે.
વડોદરા અને સૂરતમાં એક વસ્તુ ઉડીને આંખે વળગી, તે હતી હોર્ડીંગસ પરની એડ, બોમ્બ બ્લાસ્ટ પછીના દિવસોમાં એનડીટીવી ઈમેજીન પર આવતી જસુબેન જયંતિલાલ જોશીની જોઈન્ટ ફેમિલિ વાળી સીરિયલ તરફથી આ એડ હતી, તો અમૂલની પણ એક એડ સરસ હતી જે બરોડાના ડોન બોસ્કો પાસેના સર્કલ પર છે…..એડની એડ અને મેસેજ નો મેસેજ …
એકંદરે આ વીક એન્ડ ત્રણ રજા ના લીધે મજાનો થઈ રહ્યો, રક્ષાબંધન ઉજવી અને મજા કરી…તમારી રજાઓ કેવી રહી?
ur writing skills are good
Any time, you take time off, it’s always great!