Daily Archives: August 6, 2008


સત્તાધાર થી કનકાઈ (ગીર) અને તુલસીશ્યામ 23

રાજુલા થી હનુમાનગડાની યાત્રાનું વર્ણન તથા ફોટા ગઈ કાલે પોસ્ટ કર્યા હતા. આજે તેનાથી આગળની યાત્રા …. હનુમાનગડા થી સત્તાધાર : હનુમાનગડાથી નીકળ્યા પછી ધારી થી વીસાવદર થઈ સત્તાધાર પહોચ્યા. સત્તાધાર માં આપા ગીગાનો આશ્રમ છે. એક આશ્રમ સત્તાધારના વળાંક પર છે … થોડે આગળ જતા બીજો આશ્રમ છે. આપા ગીગાના અનુયાયીઓમાં ફાંટા પડ્યા હોવાથી આશ્રમ આ રીતે બે ભાગમાં છે, પણ મુખ્ય આશ્રમ પછી છે. અમે આગળના આશ્રમમાં રાત રોકાયા. આશ્રમ માં પહોંચીને બાપુને પગે લાગ્યા, તેમણે તેમના માણસોને કહી અમારા જમવાની વ્યવસ્થા કરવાનું કહ્યું. રાત્રીના સાડા નવ થયા હતા, અમે જમ્યા, અને પછી બાપુ પાસે આવી ડાયરામાં બેઠા. વીસાવદરના એક ભાઈ અર્જુનના પરક્રમો ત્રિભંગમાં વર્ણવતા હતા, મજા પડી, પછી ખબર પડી કે આ તેમની શીધ્ર રચનાઓ  હતી. બીજા એક ભાઈએ પણ સોરઠીયાઓની વીરતાને આલેખતા દુહા લલકાર્યા. સાડા દસે અમે સૂવા ગયા. અમને ચાર જણા વચ્ચે એક રૂમ મળ્યો હતો, પણ બધી સગવડ સાથે, ગાદલા ગોદડા ઓશીકા વગેરે બધી જ સગવડ, અને આશ્રમ અને મંદિરની ચોખ્ખાઈ ઉડીને આંખે વળગે. થાકના ક્યારે સૂઈ ગયા ખબર જ ન પડી, સવારે સાડા ચાર વાગ્યે આશ્રમના એક ભાઈએ આવી જગાડ્યા તો એમ લાગ્યું કે હજી થોડી વાર જ સૂતા છીએ. બધા પ્રાતઃકર્મ થી પરવાર્યા, નહાઈ ધોઈને અમે નીકળ્યા મુખ્ય આશ્રમ તરફ, ત્યાં પ્રભુ દર્શન કર્યા, કેવડાની સુંદર સુવાસ વાતાવરણને અતિશય ભક્તિસભર બનાવતી હતી. પછી લક્ષમણ કુંડ જઈ થોડી વાર બેઠા. અમારા મિત્ર માયા ભાઈ એ તેમના પુત્ર માટે બંધૂક લીધી ને પુત્રી માટે પ્લાસ્ટીકનો રસોડાનો સામાન. લક્ષમણ કુંડ થી પાડા પીર ના સમાધિસ્થાન પર ગયા. કહેવાય છે કે અહીં જે પાડો હતો તેને […]