કેટલીક ઉપયોગી વેબસાઈટસ ….. 7


આજે થોડુ નોખુ કરવાની ઈચ્છા થઈ……મન થયુ ચાલો તમને થોડી એવી વેબસાઈટ પર લઈ જાઊ જ્યાં તમે મજા પડી ગઈ એમ કહી શકો….

કદાચ આ વેબસાઈટસને એટલી ખ્યાતી મળી નથી, પણ તેનાથી તેમની ઊપયોગીતા ધટતી નથી.

1. http://www.bugmenot.com

આ ખરેખર એક વિચિત્ર વેબસાઈટ છે, અહીં તમે લગભગ કોઈ પણ વેબસાઈટના નકલી પણ ચાલતા (યુઝર આધારીત) લોગીન અને પાસવર્ડ મેળવી શકો છો…દા. ત. તમે આ વેબસાઈટ પર જઈ નીચે બતાવ્યા પ્રમાણે સર્ચ બોક્સમાં વેબસાઈટ લખશો તો તેના ધણા ID – Passwords મેળવી શકો છો…

bugmenot search box

2. http://www.listentoamovie.com

1457 ઓનલાઈન ઈંગ્લીશ મૂવીઝ કોઈપણ પ્રકારના પ્લેયર ના ઈન્સ્ટોલેશન વગર તદન ફ્રી સાંભળો…..દા. ત. સર્ચ કરો….. Jurassic park …….

3. http://www.ratemydrawings.com/

ઓનલાઈન ડ્રોઈંગ કોમ્યુનીટી, ચિત્રો દોરો, બીજાના ચિત્રો માણો અને રેટીંગ કરો. ડ્રોઈંગ કોમ્પીટીશન માં ભાગ લો…અને ટ્યૂટોરીયલ ની મદદ થી તમારા બ્રાઊઝર માં દોરતા શીખો. તમારા ડ્રોઈંગ તમારા બ્લોગ પર પબ્લીશ કરો…

Rate My Drawing

4. http://www.phonezoo.com

તમારા favourite MP3  ને કસ્ટમ કરી રીંગટોનમાં ફેરવો, રીંગટોન ડાઊનલોડ કરો અને તમારા ફોન પર ફોરવર્ડ કરો…સાથે મોબાઈલ માટે ફોટા પણ ડાઊનલોડ કરો.

similar websites:

http://www.mobile9.com

http://www.funformobile.com/

5.  http://www.keyxl.com/

કોઈપણ પ્રોગ્રામ માટે કી-બોર્ડ શોર્ટકટસ મેળવો, તથા પ્રોગ્રામ  પ્રમાણે સર્ચ કરો. મારી ફેવરીટ વેબસાઈટ.

6. http://www.spypig.com/

ખરેખર સ્પાય (જાસૂસ ), તમે આની મદદથી જાણી શકો છે કે તમે તમારા મિત્રને મોકલેલો ઈ મેઈલ તેણે ક્યારે ખોલ્યો…..વિના વાઈરસનો સિમ્પલ પ્રોગ્રામ…

7.  http://www.quickieclick.com/

રોજ વપરાતી ઘણી બધી વેબસાઈટસ સમય બગાડ્યા વગર મેળવો, તમારા એકાઊન્ટમાં તમારા ફેવરીટ પેજ બુકમાર્ક કરો….આ જાણે કે તમારી જરુરી વેબસાઈટ માટે સ્પીડ ડાયલ…સાથે ઢગલો અન્ય ફીચર્સ પણ…

8. http://www.theoldtimersmachine.com/

જલસા કરો….તમારા ફોટાને મારી મચડીને તમે જે લુક ઈચ્છો તે આપી શકો….સરસ વેબસાઈટ

9. Magazine COVER maker

http://www.magmypic.com/

તમારા ફોટાને પ્રખ્યાત મેગેઝીનના કવરપેજ પર જોવા માટે ત્રણ સીમ્પલ સ્ટેપ અને જલસા

I hope you find it useful. Comments eagerly awaited.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “કેટલીક ઉપયોગી વેબસાઈટસ …..