Daily Archives: May 15, 2016


16 comments
ગુજરાતી વોટ્સએપ ગૃપ ‘સર્જન’ કે જે ફક્ત માઈક્રોફિક્શન સર્જન અને ચર્ચા માટેનું આગવું ગૃપ છે, તેમાંના અનેક આયોજનો અંતર્ગત રચાતી કૃતિઓમાંંથી પસંદગીના સર્જનો અહીં મૂકવામાં આવશે. આ ગૃપમાં જોડાવા માટે વોટ્સએપ પર આપના નામ અને પરિચય સાથે મને મેસેજ કરો.. નંબર છે ૯૯૭૪૪૧૦૮૬૮ * * * ગુજરાતી માઈક્રોફિક્શન માટેના વોટ્સએપ ગૃપ ‘સર્જન’ પર દર શનિવારે સવારે એક પ્રોમ્પ્ટ / કડી આપવામાં આવે છે, રવિવાર સાંજ સુધી એ કડી પરથી વધુમાં વધુ ૩૦૦ શબ્દો સુધીની માઈક્રોફિક્શન બનાવીને ગૃપમાં મૂકવામાં આવે છે અને મિત્રો તેના પર પ્રતિભાવ આપે છે, તેના વિશે ચર્ચા થાય છે. સર્જનાત્મક્તાની અનેકવિધ શક્યતાઓને આ એક કડી દ્વારા એક તાંતણે બાંધવાનો પ્રયત્ન થાય છે. આવા બે અત્યંત સફળ પ્રયાસો થઈ ચૂક્યા છે, જે સમયાંંતરે અહીં પ્રસ્તુત થશે.

ગુજરાતી માઈક્રોફિક્શન લીગ – કાર્ય પદ્ધતિ


2 comments
ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે

યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૬)