Daily Archives: January 27, 2014


સાંખ્યદર્શન અને હિગ્ઝ બોઝોન – ભવસુખ શિલુ 1

હમણાં દુનિયામાં હિગ્ઝ બોઝોનની અસરો નોંધવાની સફળતા મળી. બ્રહ્માંડના સર્જન પાછળનું રહસ્ય શોધવા જતાં એક સ્ટાન્ડર્ડ મૉડલ તરીકે ઓળખાતી બિગ-બેંગ થિયરીને મોટાભાગના વિજ્ઞાનીઓએ માન્યતા આપી જેમાં… બ્રહ્માંડ એક વખત અત્યંત સૂક્ષ્મ, ઘટ્ટ અને ગરમ હતું, ત્યારે એક અત્યંત વૈશ્વિક મહાવિસ્ફોટ (Cosmic Explosion) થયો જેને બિગ-બેંગ કહેવામાં આવે છે. આ ઘટના ૧૩.૭ અબજ (અબજ એટલે એકડા પર નવ મીંડા સમજવા) વર્ષ પહેલા બની હોવાનું અનુમાન છે. બિગબેંગ થિયરીનું સ્ટાન્ડર્ડ મૉડેલ અને હમણાં જેનું અસ્તિત્વ શોધાયું તેને હિગ્ઝબોઝોન એટલે કે God’s particle કહે છે. આપણે બ્રહ્માંડની રચનાના આ રહસ્યને સાંખ્યદર્શનમાં વર્ણવેલી થિયરી સાથે તપાસીશું. સાંખ્યદર્શનની રચના સમયે અદ્યતન ટૅલિસ્કોપ કે માઈક્રોસ્કોપ જેવા સાધનો કે વાતાનુકૂલિત પ્રયોગશાળાઓ નહોતી છતાં ઘણાં રહસ્યો ઉકેલ્યા હોવાનું માનવામાં વાંધાસરખું નથી. વળી અહીં ભારતીય જ્ઞાનની મહાનતા કે Pseudo Scientific Theory આપવાનો પ્રયત્ન નથી પણ એક જ દિશામાં સમાંતર વિચારો સરળતાથી જાણી શકાય એવો પ્રયાસ છે. ભૂમિપુત્ર સપ્ટેમ્બર ૨૦૧૨માં પ્રસિદ્ધ થયેલ આ લેખ અક્ષરનાદને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ ભવસુખભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.