એક સરસ – આનંદના સમાચાર – જિજ્ઞેશ અધ્યારૂ 76


પ્રિય મિત્રો,

લાગણીઓ વિશે, એના અનુભવ વિશે ગમે તેટલું લખીએ કે વાંચીએ, પણ એને જ્યારે ખરેખર અનુભવવા મળે ત્યારે મને કંઇક એવી પરિસ્થિતિમાં મૂકાયા જેવું લાગે છે જ્યાં આનંદનો ઉભરો મનને વિચારશૂન્ય કરીને મૂંઝવણમાં મૂકી દે છે. આટલી પૂર્વભૂમિકા પછી આપની સાથે મારે એક ખૂબ આનંદના સમાચાર વહેંચવા છે.

આવી જ પરિસ્થિતિ ગઈકાલે, તા. ૧૧ એપ્રિલની રાત્રે ૧૨ . ૩૧ મિનિટે સર્જાઈ જ્યારે પ્રભુએ અમને એમના દેવદૂત સમા એક સુંદર પુત્રની ભેટ આપી. એક દીકરી પછી એક દીકરો, બધા કહે છે એમ, “સંપૂર્ણ પરિવાર” સર્જાયો. અમારે ઘરે ઈશ્વરકૃપાથી દીકરો જનમ્યો છે. આ ઘટનાને લીધે મારાથી કંઈક વધુ વિકટ સ્થિતિ મારી ચાર વર્ષની દીકરીની છે, જે મૂંઝાઈ ગઈ છે કે ભાઈને કઈ રીતે વહાલ કરવું ! એનું નામ શું રાખીશું ! એને કયા રમકડા આપીશું !

મને થયું, વચ્ચે સમય કાઢીને આપની સાથે આ સમાચાર વહેંચવા જોઈએ, આખરે આપ સૌ પણ અક્ષરનાદ ઈ-પરિવાર જ છો ને !

આભાર,

જિજ્ઞેશ અધ્યારૂ
સંપાદક


76 thoughts on “એક સરસ – આનંદના સમાચાર – જિજ્ઞેશ અધ્યારૂ

 • Raj Adhyaru

  કામ ની વ્યસ્તતા ને કારણે મોડો પડ્યો .. પણ આપણા બ્લોગ નો વારસદાર આવી ગયો…..અભિનન્દન્…

 • ચાંદસૂરજ

  બંધુશ્રી જીજ્ઞેશભાઈ તથા બહેનશ્રી પ્રતિભાબહેન, ધામશ્રી વડોદરા.
  સાદર નમસ્તે સાથ સૌને જયશ્રીકૃષ્ણ.

  ૧૧ એપ્રિલની રાત્રે ૧૨ . ૩૧ મિનિટે એક શુભ ઘડી ઉગી અને આપના કુળમંદિરયે એક પુત્રરત્નનો આવિર્ભાવ થયો. અમારાં અંતરો એ અતિરેક આનંદના ઓછવમોછવને આવકારે છે અને એ અનેરાં આવિષ્કારને અરમાનભર્યા અભિનંદનોના આલેખનથી ઓપાવે છે ! એ કૂંપળડી કલીનો પરિમલ આપના કુળમંદિરને એક અનોખા આનંદથી ભરી હર્ષ અને ઉલ્લાસના તોરણિયા બાંધી ગયો હશે !
  આપને ત્યાં આપના કુળનંદનના જન્મપ્રસંગે આપને હાર્દિક અભિનંદન ! આ સાથે આપને અમારી આર્ષ શુભેચછાઓ અને મંગલ કામનાઓના પુષ્પો પ્રદાન હો !
  આપના જીવનમંદિરયામાં પ્રગટેલો આપનો આ કુલદીપક એક તેજોર્મય દીપ બની આપના સૌના મનમંદિરના તમસ હરી, અંતરના પ્રાસાદોમાં જ્યોતિર્મય અજવાળા પાથરી, આપના પાવન કુળમંદિરના શિખરે સુવર્ણ કળશ ચડાવી એના પર કીર્તિધ્વજ લહેરાવી આપના સૌનું નામ રોશન કરે ! વિધાતા એની હથેલીમાં સૌભાગ્યની શુભ લકીરો ખેંચી ભાગ્યોદયની પાવન રંગોળી રચે ! આમારા તરફથી એને ખૂબ પ્યાર પ્રદાન કરશો.

 • Pushpakant Talati

  ભાઈ શ્રી જીજ્ઞેશભાઈ,
  પુત્ર જન્મની પળો બદલ આપને તેમજ આપની શ્રીમતીજી ને મારી તેમજ મારી શ્રીમતીજી તરફ થી ખુબ-ખુબ હાર્દિક અભિનંદન .
  આપનો પુત્ર માં સરસ્વતિજીનો પરમ ઉપાસક બને તેમજ લક્ષમીજી શ્રી વિષ્ણુ સહ હમેશા આપનાં પુત્રનાં સહાયક હો તેવી શુભ કામનાં તથા શુભ-આશિષ
  શ્રીમતી પુષ્પા તેમજ શ્રી પુષ્પકાન્ત તલાટી તરફ થી.

 • Lata J Hirani

  દિલથેી વધામણા નવા બાળના અને તમને હૃદયપૂર્વક શુભેચ્ચ્હાઓ… મા-દેીકરાની તબિયત સારી છે ને !! ખૂબ ખૂબ આશિર્વાદ..

 • અશોકકુમાર-'દાદીમા ની પોટલી'

  શ્રી જીજ્ઞેશભાઈ,

  મા સરસ્વતીના આપ્ ઉપાસક છો, મા ની કૃપા સદા આપ્ તેમજ આપના પરીવાર પર હોય જ ને.

  ચાલો ત્યારે સમાજની દ્રષ્ટિએ પૂર્ણ કુટુંબ થઇ ગયું.

  પુત્ર જન્મની ખૂબ ખૂબ આપને તેમજ તેની માતાને વધાઈ સાથે અભિનંદન.

 • PRAFUL SHAH

  OUR HEARTIEST CONGRATULATIONS TO YOU ALL TO ENJOY ONE MOST IMPORTANT NEEDY YOU GOT BY THE GRACE OF GOD NOW BEING A COMPLETE FAMILY. HAM DO HAMARE DO.
  GOD BLESS YOU ALL..

  PRAFUL- KALA AND PARIVAR

 • jagdish

  જિગ્નેશભૈ ખુબ ખુબ અભિનદન્…..તેન કાકા તરફ્ થિ ખુબ ખુબ વહ|લ્

 • Prakash

  અંતરપૂર્વકનાં અભિનંદન જિજ્ઞેશ ભાઇ,
  કર્ક રાશી (ડ,હ)
  હષ્ર નામ સુચવુ છ

 • Kantilal Karshala

  જય ગુરુદેવ,

  જીગ્નેશભાઈ,

  ખૂબ ..ખૂબ અંતરપૂર્વકનાં અભિનંદન

  ઈશ્વરી કૃપા અને માતા પિતા અને અક્ષરનાદ ઈ-પરિવાર તરફથી અંત:કરણથી મળેલ આશિર્વાદનું પ્રત્યક્ષ “પ્રમાણ પત્ર” મળેલ છે, તે ક્ષણ ક્યારેય ભૂલી શકાય નહી,

  આ ચૈત્ર નવરાત્રીના નવલા દિવસોમાં પ્રભુએ એક સુંદર પુત્રની ભેટ આપી.

  આપના પરિવારમા ” શ્રીરામ” અવતરણ તેવી અનુભૂતિ જરૂર થશે જ ?

  ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
  उस प्राणस्वरूप, दुःखनाशक, सुखस्वरूप, श्रेष्ठ, तेजस्वी, पापनाशक, देवस्वरूप परमात्मा को हम अपनी अंतःकरण में धारण करें. वह परमात्मा हमारी बुद्धि को सन्मार्ग में प्रेरित करे.

 • modi mayur

  જિગ્નેશભાઇ મારા અભિનન્દન સાથે, એક ખાસ વિનંતિ કરવાનિ કે તમારા પુત્રનુ નામ કઇક ખાસ રાખશો.. જેમકે મલ્હાર…

 • Ashutosh Bhatt

  ખુબ ખુબ અભિનન્દન અને
  હર્દિક શુભ કામનાઓ…. સમસ્ત પરિવાર ને…

  મિઠઈ નિ રાહ જોઇશુ…

 • Vinod Thacker

  ખુબ ખુબ અભિનંદન જિજ્ઞેશ ભાઇ.
  ખેરેખર સમ્પુર્ણ કુટૂમ્બ કહેવાય.

  વિનોદ.

 • sapana

  જીગ્નેશભાઈ ખૂબ ..ખૂબ અંતરપૂરવકનાં અભિનંદન!નામ બતાવશો શું રાખ્યું?આશિર્વાદ દિલથી!!
  સપના

 • ડૉ. મહેશ રાવલ

  ખૂબ-ખૂબ અભિનંદન મિત્ર…!
  તમે આપેલ શુભ સમાચારના અનુસંધાને થોડી માહિતી….
  જન્મ તા.૧૧/૧૨-એપ્રિલ-૨૦૧૧
  ચૈત્રસુદ નોમ,રામ નવમી-સ્વામીનારાયણ જયંતિ
  મંગળવાર
  કર્ક રાશી (ડ,હ)
  (શ્રી ભુવનેશ્વરી પીઠ (ગોંડલ)ના પંચાંગના આધારે.)
  “સંપૂર્ણ પરિવાર”ને હાર્દિક શુભકામનાઓ.

 • himanshu patel

  નાના બાળકને એનો પહેલો જન્મદિવસ મુબારક અને તમને સંપુર્ણ પરિવાર માટે,મારા જેવો અને અનેકો જેવો.ત્રણેવને ખુબખુબ ધન્યવાદ.

 • vijay shah

  અભિનંદન્…
  ખાસ તો મોટી બેન ને તેને હવે રૂઆબ પાડવા નાનો ભઐ મલ્યો…

 • jjugalkishor

  તમને ત્રણેયને ખુબખુબ ધન્યવાદ અને નવાગંતુકને શુભાશીર્વાદો !!

 • મુકુલ જાની

  ખૂબ ખૂબ અભિનંદન….અમે અત્રે રાજકોટ માં અમારી ctrl-s ની ઓફિસે સમીરભાઇ સહિતના બધાજ લોકો તમારા વતીથી મોઢું મીઠું કરીને હરખ કરીએ છીએ….

 • Murtaza Patel

  જીગ્નેશભાઈ, તમને..તમારા પરિવારને મુબારક….મુબારક….મુબારક….

 • SANJAY C SONDAGAR

  નન્દ ઘરે આનન્દ ભયો , જય કનૈયા લાલ કી…………

  હથી ઘોડા પલખી જય કનૈયા લાલ કી ……..

 • kankshit

  વાહ…..

  નવરાત્રના પાવન દિવસોમા માં મા આષેીર્વાદ બદલ આભાર…

  may god almighty bless ur family with bliss, prosperity and satisfaction!!!

  regards,
  priyanka and kankshit munshi

 • Malani Bharat

  “””””””””””””””””હાર્દિક અભિનંદન”””””””””””””””””””””””

  પેંડા મોકલો.

 • maulik shah

  હાર્દિક અભિનંદન…..!
  એક કિલો પેંડા મારા વતી ખાજો અને મિત્રોમાં વહેંચજો. મને લાગે છે હવે ગુજમોમ.કોમ ને સ્કેનરથી તપાસવામાં આવશે…!!!
  આવજો…!

Comments are closed.