Daily Archives: June 26, 2010


અખિલ બ્રહ્માંડમાં એક તું માંદગી – જ્યોતીન્દ્ર દવે 8

જ્યોતિન્દ્ર દવે આપણી ભાષાના સીમાસ્તંભ રૂપ હાસ્યકાર છે, તેમની ડંખ કે કટુતા વગરની સરળ અને સુંદર રચનાઓ હાસ્યરસનું નવનીત છે, એમની રચનાઓ ખૂબ વંચાય છે. પ્રસ્તુત રચનામાં તેઓ પોતાની માંદગી અને શરીર વિશે ઠેકડી ઉડાડતા જોવા મળે છે, પોતાના નબળા શરીર અને ઓછા વજન વિશેની તેમની સમજણ અને તે અંગેનું વિચાર અવલોકન ખરેખર દાદ માંગી લે તેવું છે. પોતાની શારીરિક નબળાઈઓને અને માંદગીઓ સાથેના સત્તત સંબંધને તેઓ હાસ્યરસમાં તરબોળ કરીને આપણી સમક્ષ મૂકે છે, નરસિંહ મહેતાના પદની પ્રતિરચના “અખિલ બ્રહ્માંડમાં એક તું માંદગી, જૂજવે રૂપે અનંત ભાસે….” પણ કેટલી સચોટ ઉપયોગ કરી છે ! આખોય લેખ આવી જ સહજતા – સરળતાને લીધે માણવાલાયક છે.