વર્ષાનું વહાલ – મયુરિકા લેઉવા બેંકર 9
પાછલી રાતે વરસેલા વરસાદમાં ઝબકોળાયેલો ઘરબગીચો તંદ્રામાંથી જાગવાની તજવીજમાં પડ્યો હોય. અંશુમાનની બળવાન હૂંફ રાતની ઠારને ધીરેધીરે પીગાળતી જાય ને ઘરબગીચો રૂપાંતરિત થઈ જાય કોઈ સદ્યસ્નાતા ગૃહવાટિકામાં!
પાછલી રાતે વરસેલા વરસાદમાં ઝબકોળાયેલો ઘરબગીચો તંદ્રામાંથી જાગવાની તજવીજમાં પડ્યો હોય. અંશુમાનની બળવાન હૂંફ રાતની ઠારને ધીરેધીરે પીગાળતી જાય ને ઘરબગીચો રૂપાંતરિત થઈ જાય કોઈ સદ્યસ્નાતા ગૃહવાટિકામાં!
લીલોતરીની દેવીના એક હાથમાં છે સૌંદર્યપાનનો આનંદ તો બીજા હાથમાં છે ભયનો રોમાંચ. આ બેય જંગલના રખડુંને ન મળે ત્યાં સુધી એની પ્રાપ્તિ અધૂરી છે.
દૂધરાજને દેશી બાવળના, કેડેથી વળીને જમીન તરફ નમી ગયેલા થડમાંથી નીકળીને વિરુદ્ધ દિશામાં જતી ડાળ પર બેઠેલો દીઠો તો જરા પણ વિશ્વાસ ના થયો. રખેને, પળવારમાં ઊડી જાય
બીજના અંકુરણમાં, વૃદ્ધિ-વિકાસમાં, પ્રથમવાર કળી બેસવાની કે કળી ખીલીને ફૂલ બનવાની, ફૂલમાંથી ફળ અને એ જ ફળમાં બીજ હોવાના મૂળમાં રહેલી શક્તિને શું કહીશું?
કયા મુહૂર્તમાં વેલી વૃક્ષને વીંટળાઈ વળે છે એ સહજીવનની મધુરતા અને કઈ ધન્ય ક્ષણે બીજ ફાટીને ફણગે છે એ સર્જનની સરળતા જેટલું જ જીવન મધુર અને સરળ છે.
લીલોતરીની આગોશમાં જીવતાં આ વિહંગો પ્રકૃતિનાં લાડકવાયાં છે. લીલોતરીની મંજૂષામાં અનેક કલરવ, કલબલ, કલશોર, કકળાટ અને કાગારોળ ઠાંસીઠાંસીને ભર્યાં છે,
પહેલી વાર જોયેલું મહુડાનું વૃક્ષ, ફૂલો અને ફૂલપથારી – આ સઘળું, બદલાતી ઋતુઓએ બક્ષેલી અનુપમ ભેટ છે. જો પરિપક્વ બનવાથી કુતૂહલ મરી જતું હોય તો નથી જોઈતી પરિપક્વતા.
આખું વર્ષ જડ થઈને જોગીની માફક ધ્યાન ધરીને ઊભેલાં વૃક્ષોમાં કંઈક ચૈતન્ય તત્ત્વ આવી બેઠું હોય એવું અનુભવાય છે? જેમ નજર સામે જ મોટું થતું હોવા છતાં બાળક રોજ કેટલું વધ્યું એ જાણી નથી શકાતું, નજર સામે હોવા છતાં કળીમાંથી ફૂલ ક્યારે બન્યું એ જોઈ શકાતું નથી એમ જ વસંતનું આગમન થતાં જ વૃક્ષોના દીદાર કેવી રીતે બદલાઈ જાય છે એ જાણી નથી શકાતું, માત્ર અનુભવી શકાય છે.
શું સ્મૃતિ પાસે વીતકભાવોને પુનર્જીવિત કરવાની કોઈ સંજીવની રહેલી છે? ત્રીસત્રીસ વર્ષો બાદ પણ સ્મૃતિમંજૂષામાંથી નીકળેલા ભાવો તરોતાજા હોઈ શકે? જવાબદારીઓ અને માહિતીઓના મસમોટા વજન તળે દબાઈને છેક નીચે બેસી ગયેલી ક્ષણોમાં વીંટાયેલા ભાવોને તાપ, તડકા, વરસાદ, આધિ, વ્યાધિ, ઉપાધિ, વિસ્મૃતિ કોઈ જર્જરિત નથી કરી શકતું?
લીલોતરીથી મઢેલા મારા બાગમાં હું ખુલ્લી આંખે ધ્યાનમગ્ન થઈ શકું છું. લીલોતરીના સાંનિધ્યમાં રમમાણ મને આ રંગીન જીવો ફૂલો પર તલ્લીન થઈને મધુ ચૂસતાં ને ત્વરાથી ઊડાઊડ કરતાં અનેક વાર જોવા મળે છે. તેમની અંદર એટલી બધી ચંચળતા ભરેલી છે કે ચંચળતાનો ગુણ પ્રદર્શિત કરવા માટે ‘પતંગિયું’ ઉપમા જ નહીં, પર્યાયવાચી તરીકે પણ પ્રયોજાવા લાગ્યું છે.
એવું નથી કે મેં જીવનના ત્રીસમા વર્ષે મધુમાલતી ભાળી છે, ત્રીસમા વર્ષે મધુમાલતીની સુંદરતા નિહાળવાની દૃષ્ટિ પામી છું.
ઑફિસમાં એકધારું કામ અનેક કલાકો કરવાના પ્રસંગો જેટગતિએ વધતા જાય છે. ફાઇલોમાંથી આવતી હવડ ગંધથી ઉબાઈ ગયેલું નાક અને કૉમ્પ્યુટર સ્ક્રીનમાંથી નીકળતા વિકિરણો સામે હારી ચૂકેલી આંખો મગજને સતત અહીંથી ભાગી છૂટવાના આદેશો આપ્યા કરે છે. નાનકડા ખંડની સુસ્ત હવામાં જકડાયેલું મન મુક્ત થવા ધમપછાડા કરે છે.
કાળક્રમે આ લીલોતરીએ જ મને સમજાવ્યું છે કે અમુક દૃશ્યો નિહાળવા માટે હોય છે, છબીમાં કેદ કરવા માટે નહીં. અમુક શ્રુતિઓ સાંભળવા માટે હોય છે, રેકોર્ડ કરવા માટે નહીં. અમુક અનુભૂતિઓ બસ અનુભવવા માટે હોય છે, વિવરણ કરવા માટે નહીં. ક્યારેક શ્રેષ્ઠતમ અનુભૂતિને શબ્દોમાં ઢાળવા જતાં એનું અવમૂલ્યન થઈ જતું હોય છે.
બની જાય છે એવું ઘણી વખત. જ્યારે સવારની ચહલપહલમાં મારી આસપાસ એકાંતનું કૂંડાળું દોરાઈ જાય છે અનાયાસ… અને સૂર્યના તેજની જેમ પ્રકટી ઊઠે છે અંતરનો ઉલ્લાસ. ફુદકવા લાગે છે મનમાં ક્યાંક ઊંડે છુપાઈને બેઠેલી મનગમતી અનુભૂતિની ફડકફુત્કી. એકાંત જેમ જેમ ઘેરું બનવા લાગે છે તેમ તેમ એની ફુદક વધવા લાગે છે. અને ઘડીકમાં આ વિચારથી પેલા વિચારની ડાળ પર મારવા લાગે છે ઠેકડા.