‘મન તડપત હરી દરશન કો આજ’ : રાહે રોશન.. – ડૉ. મહેબૂબ દેસાઈ 6
૨૦ ફેબ્રુઆરીએ હિંદુ સમાજે “મહાશિવરાત્રી” ઉજવી, આપણા વેદો અને પુરાણોમાં ભગવાન શિવનો મહિમા અનેક રીતે વ્યક્ત થયો છે. ભગવાન શિવ માત્ર ધર્મ અને શ્રધ્ધાનું જ કેન્દ્ર નથી. ભારતીય શાસ્ત્રીય સંગીતનું ઉગમ સ્થાન પણ છે. તેમના ડમરુમાંથી જ નાદ અને સ્વરની ઉત્પતિ થઈ છે. એમ પણ કહેવાય છે કે ભગવાન શંકરે નારદજીને છ મુખ્ય રાગો સાથે મૃત્યુલોકમાં મોકલ્યા હતા. જેમાં ભૈરવી અને માલવ કૌંસ અગ્ર હતા. માલ અને કૌંસનો અર્થ થાય છે ગળામાં સર્પની માળા ધારણ કરનાર. સમય જતા તેનો ઉચ્ચાર “માલકોશ” થવા લાગ્યો. રાગ માલકોશ વિશે અને ‘મન તડપત હરી દરશન કો આજ’ એ ગીત વિશે ડૉ. મહેબૂબ દેસાઈની કૃતિ પ્રસ્તુત કરી છે. ડૉ. દેસાઈનો અક્ષરનાદને આ કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ખૂબ આભાર.