સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ગુણવંતરાય આચાર્ય


હાજી કાસમની વીજળી… – ઝવેરચંદ મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, રાજેન્દ્ર દવે 12

સર મહમદ યુસુફના વડીલોની પેઢી હાજી કાસમની પેઢી કહેવાતી. તેઓ સાહસિક વહાણવટીઓ અને બ્રિટિશ ઇન્ડિયા સ્ટીમ નૅવીગેશન કંપનીના કાઠિયાવાડના એજન્ટો હતા પણ એમનો દબદબો, શાખ, પ્રતિભા ને વહીવટ એવાં હતાં કે એમના કાળમાં એ કંપની ’હાજી કાસમની કંપની’ તરીકે અને એની આગબોટો ‘હાજી કાસમની બોટ’ તરીકે જ ઓળખાતી. આવી એક બોટ નામે ‘એસ.એસ.વેટરના’ આ તરફ સૌ પહેલી વીજળીના દીવાવાળી બોટ હોવાથી આપણા લોકો એના મૂળ નામ ’વેટરના’ ને બદલે તેને ‘વીજળી’ ના નામથી જ ઓળખતા. નવી નકોર બંધાયેલી એ લંડનથી આવી કરાંચી, ત્યાંથી મુસાફરો લઇ આવી કચ્છ-માંડવી. ત્યાંથી ચૌદ જાનો મુંબાઇ આવવા એમાં બેઠી . માંડવીથે એ દ્વારકા આવી, ત્યાં તોફાન શરૂ થયું. ભગવાનજી અજરામર નામના એક ભાઇ તોફાનને કારણે દ્વારકા ઊતરી પડ્યા. આગબોટ આગળ ચાલી.તોફાન વધ્યું – ભયંકર થયું !… જાણો વીજળી વિશેની અનેક વાતો વિગતે…


સક્કરબાર – ગુણવંતરાય આચાર્ય

ગુજરાતી સાહિત્યના ઉત્તમ લેખકોમાં અવશ્ય સ્થાન પામે એવા એક સર્જક ગુણવંતરાય આચાર્ય (૧૯૦૦-૧૯૬૫) હતાં, માનગૌરવ, ગુજરાતગૌરવ, ગુજરાતી વહાણવટનું ગૌરવ, ભારતીય સંસ્કૃતિનું ગૌરવ ગાતું વિપુલ સાહિત્ય એમણે રચ્યું. જેમાં સવાસો જેટલી નવલકથાઓ, વીસ જેટલા નવલીકાસમ્ગ્રહો, નાતકો, હાસ્યસાહિત્ય, કિશોરસાહિત્ય અને રહસ્યસાહિત્યનો સમાવેશ થાય છે. દરિયાખેડના સાહસો અને એ જમાનાની વાતો સાથે વણાયેલી જીવનપધ્ધતિ સૂચવતી તેમની નવલકથાઓ પૈકીની એક એવી ‘સક્કરબાર’ આપણા સાહિત્યવારસાનો અગત્યનો ભાગ છે, ક્લાસિક છે. સક્કરબાર મારી અનેક મનપસંદ દરિયાઈ સાહસકથાઓમાં શીર્ષ છે. આજે પ્રસ્તુત છે તેમાંથી એક નાનકડો અંશ.