સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ગીતા પરીખ


વૃદ્ઘત્વ – ગીતા પરીખ (કાવ્ય આસ્વાદ – હરિન્દ્ર દવે) 3

વૃદ્ઘાવસ્થાના એક પ્રસન્ન શાંત ગીતને અહીં કવિયત્રીએ ઉપસાવ્યું છે. આ ગીતનું વરદાન બઘી જ વૃદ્ઘાવસ્થાને પ્રાપ્ત થયું નથી; ઘણા બઘા વૃદ્ઘોને આપણે ફરીયાદ કરતા, જીવનને શાપતા જોઈએ છીએ; પણ જે જીવનને એના ગૌરવ સાથે જીવ્યા હોય અને જેમણે સાથે પોતાના અંગત જીવનનું પ્રમાણ મેળવી લીઘું હોય તેઓની વૃદ્ઘાવસ્થા ‘ ભાવુક ભવ્યગાન’ જેવી બનતી હોય છે. શિશુ જીવનના માર્ગ પર ભાખોડિયા ભરે છે; યુવાનીમાં માણસ જીવનના રસ્તા પર દોટ મૂકે છે, પણ જીવનના રસ્તા પર પ્રસન્ન્તાથી ટહેલવાનો અવકાશ જીવન પરિતૃપ્તિથી જીવી ગયેલા વૃદ્ઘોને જ સાંપડે છે.