સીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)
બન્યું એવુું કે જેલમાં રહેલા એક એંસી વર્ષના ગરીબ આરોપીની જામીન અરજી મફત લડવા જેલરે મને વિનંતી ક્રરેલી. એંસી વર્ષનો બાપ અને ત્રીસ વર્ષનો પુત્ર, હત્યાના આરોપમાં જેલમાં હતા. ચાર્જશીટ જોતાં સમજાતું હતું કે આ હત્યા પુત્રએ કરેલી છે પણ બાપને ખોટો ફસાવી દેવાયો છે, આ અરજી પર હું દલીલ શરૂ કરું તે પહેલા જજ સાહેબે મને કહ્યું, જીતુભાઈ, જેટલી લાંબી દલીલો કરવી હોય એટલી કરો, હું હત્યાના કેસમાં જામીન આપતો જ નથી.