આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૬)
હા, એ વાત સાવ સાચી હતી. બુદ્ધ પોતાના શિષ્યોને કહેતા હતા, ‘તમે તમારી આંખો બંધ કરી લો!’ કારણ કે બુદ્ધ નહોતા ઈચ્છતા કે તેમના શિષ્યો તેને જુએ. પણ રાજ્યમાં થયેલી ઘોષણા તો દરેક શિષ્યના કાને પહોંચી ચૂકી હતી. વૈશાલીમાં ઠેર ઠેર એની જ ચર્ચા ચાલી રહી હતી. દેશમાં તો ઠીક પણ વૈશાલીની બહાર મગધમાં પણ સર્વત્ર એની જ ચર્ચા થતી હતી. અને આજ એ દિવસ આવી ગયો હતો! શું હતું આજે?