પચાસ કલાકમાં શોર્ટફિલ્મ બનાવવાનો અનુભવ – જીજ્ઞેશ અધ્યારૂ 8
૨૭ સપ્ટેમ્બરને ગુરુવારે સવારે સાડા દસની આસપાસ ઓફિસમાં ચા પીતા પીતા ફેસબુક જોતો હતો ત્યાં ઈન્ડિઆ ફિલ્મ પ્રોજેક્ટ્સનો મેસેજ ઝબક્યો, પચાસ કલાકમાં ફિલ્મ બનાવવાનો પડકાર હતો. પહેલા થયું કે કોણ સતત પચાસ કલાક આ કરી શકે? એને માટે એક પ્રોફેશનલ ટીમ જોઈએ, આયોજન જોઈએ, જરૂરી સાધનો જોઈએ. પછી થયું સર્જનના મિત્રો આવા પડકાર લેવા તો કાયમ તૈયાર હોય છે જ! ગૃપમાં વાત તો કરી જોઉં. એટલે સર્જનના અમદાવાદ ગૃપમાં એ અંગેનો મેસેજ મૂક્યો. બાર વાગતા સુધીમાં ચાર મિત્રોની ઉત્સાહસભર હા આવી ગઈ.