Daily Archives: November 30, 2017


શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવજાત માટે ખતરો છે? – મોહમ્મદ સઈદ શેખ 8

ઔદ્યોગિક ઉત્પાદનમાં એ.આઈનું પ્રમાણ વધી રહ્યું છે. એના કેટલાક કારણો પણ છે. યાંત્રિક રોબો થાકયા વિના ચોવીસ કલાક કામ કરે છે. બીમાર પડતો નથી એને પગાર આપવાની જરૃર નથી હોતી. એ કોઈ માગણી કરતો નથી. માલિક સાથે મતભેદ ન થવાને લીધે કે માગણીઓ પૂરી કરવા માટે તે હડતાળ ઉપર ઉતરતો નથી એને કોઈ બોનસ આપવાની પણ જરૃર હોતી નથી અને સૌથી મહત્ત્વની વાત તો આ છે કે ૧૦૦ ટકા ચોકસાઈ સાથે કામ કરે છે. ભૂલો કરતો નથી. રોબોની ભરોસાપાત્રતા માણસ કરતા વધારે છે. માલનું ઉત્પાદન અને ગુણવત્તા વધે છે. કાર્ય સુગમતાથી અને કંટાળ્યા વિના કર્યે જાય છે. આ કારણોને લીધે વધારેને વધારે કંપનીઓ સ્વચાલન કે ઓટોમેશન તરફ પ્રેરાઈ રહી છે. જાપાન, તાઈવાન, ચીન અને કોરિયામાં સારી કવોલિટીના રોબો મળે છે. એકલા ચીનમાં જ રોબો બનાવનારી ૩૦૦૦ કંપનીઓ છે. જેમાં વર્ષે ૧૦ લાખથી વધુ રોબોનું ઉત્પાદન કરવામાં આવે છે.