ડાઉનલોડ માટે આઠ નવા ઈ-પુસ્તકો 7


આજે અક્ષરનાદના ડાઉનલોડ વિભાગમાં આઠ નવા ઈ-પુસ્તકો ઉમેર્યા છે, આ સાથે લાંબા સમયથી અધૂરો એવો ડાઉનલોડ વિભાગ પણ પૂરો કર્યો છે અને કેટલાક પહેલા મૂકેલા અને ઈ-પુસ્તકોની આ નવી વ્યવસ્થામાં બાકી રહેલા પુસ્તકો પણ ફરી મૂકી દીધા છે.

શ્રી ગોવિંદભાઈ મારુના સૌજન્યથી મૂકેલા ઈ-પુસ્તકો છે,

 • ચાર્વાક દર્શન – એન. વી. ચાવડા
 • સત્યસંદૂક – શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક
 • સંબંધમિમાંસા – શશિકાંત શાહ
 • જિંદગી કઈ રીતે જીવશો? – શશિકાંત શાહ
 • વિચારયાત્રા – વલ્લભ ઈટાલિયા

શ્રી ઉત્તમભાઈ ગજ્જર અને મૈત્રીબેન શાહના સૌજન્યથી મૂકેલા ઈ-પુસ્તકો છે,

 • સુધન – હરનિશ જાની
 • સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪

અને શ્રી હર્ષદ દવે તથા શ્રી પ્રકાશ પંડ્યાના સૌજન્યથી મૂકેલું ઈ-પુસ્તક છે,

 

 • હવે તો ઉત્તર આપો કૃષ્ણ – પ્રકાશ પંડ્યા

આશા છે આ બધાં પુસ્તકો આપ સૌને ગમશે.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “ડાઉનલોડ માટે આઠ નવા ઈ-પુસ્તકો

 • SUBODHCHANDRA H MUDIYAWALA

  સત્ય સંદૂક – એજ જૂનો પુરાણો માલ ઠેકાણે પાડવાનો અને નામ કમાવાનો કસબ. અહીં એવી સંદૂક ની ચર્ચા કરવાનો પ્રયાસ થયો લાગે છે કે વિષય [ સબ્જેક્ટ ] ને અનુરૂપ પણ શીર્ષક ને યથાર્થ કરવાનો અને તે દ્વારા વ્યક્તિગત માન્યતાઓ ને સ્થાન આપવા અઢળક પ્રયત્નો થયા હોય એવું દેખાય છે . દલિત વર્ગ ની વકીલાત કરતી વખતે પણ ” માંગી ને ખાવું અને પાછું ગરમ ” એવો ભાવ દેખાય વગર રહેતો નથી . સદીયો થી થયેલા અન્યાય માટે વર્તમાન પેઢીને ભોગવવું પડે એ કયો ન્યાય . ભારત વર્ષ પર અનેક દેશી વિદેશી માનવ સમૂહો દ્વારા આક્રમણ કરીને આપણ ને ગુલામી ની ગર્તા માં ધકેલ્યા હોય ત્યાં ઘડિયાળ ને ઉંધી ફેરવવા નો વિચાર પણ બેહુદો લાગે તો દલિત વર્ગ ની પેઢી દર પેઢી માંગણી સંતોષાયા બાદ પણ ભૂખ ! અને અન્યાય નું ગાણું ! ! અહીં મોકો મળ્યો એટલે ?
  ….. પેલી કહેવત અનુસાર ” રોવું હતું ને પિયરિયાં મળ્યા ” .

  ભગવાન અને ધર્મ બાબતે પણ લેખના “શીર્ષક અનુસાર પીપુડી વગાડી છે” એમ લાગ્યા વગર રહેતું નથી . પુષ્તકમાં અમુક અપવાદો ને બાદ કરતા કશું જ નૂતન કે ઉત્પાદકિય નથી .

 • Harshad Dave

  શ્રી જીજ્ઞેશભાઈ,
  હવે તો ઉત્તર આપો કૃષ્ણ! પુસ્તકને ડાઉનલોડ વિભાગમાં મૂકીને તમે બહુ સારું કાર્ય કર્યું છે. એ માટે તમારો અમે, પ્રકાશ પંડ્યા અને હર્ષદ દવે, ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.