પરિણામ – તૃતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૭) 25


અક્ષરનાદ આયોજીત તૃતિય માઈક્રોફિક્શન સ્પર્ધાના મારા, ડૉ. હાર્દિક યાજ્ઞિકના અને શ્રી નીલમબેન દોશી એમ ત્રણેય નિર્ણાયકોના ગુણના સરેરાશને લઈને વિજેતા બનેલા મિત્રોના નામ નીચે મુજબ છે. ઉપરાંત વિજેતા ન થયેલા પણ જેમની વાર્તાઓ નોંધપાત્ર રહી છે અને અમને નિર્ણાયકોને એક માઈક્રોફિક્શન તરીકે ખૂબ ગમી છે તેમની વાર્તાઓને પણ પુરસ્કૃત કરવાનો વિચાર થઈ રહ્યો છે. વિજેતાઓ માટે ઈનામની જાહેરાત પહેલા જ કરી હતી, એટલે એ સિવાયના આ મિત્રોની વાર્તાઓ પણ કોઈક રીતે પુરસ્કૃત થાય એવી મહેચ્છા છે..

અનેક મિત્રોએ ખૂબ સુંદર પ્રયત્ન કર્યો છે. ‘સર્જન’ બહારના ઘણાં મિત્રોની વાર્તાઓ ઉમદા માઈક્રોફિક્શનના સ્વરૂપમાં બંધ બેસે છે. અનેક મિત્રો એક માઈક્રોફિક્શન મોકલવાને લીધે સ્પર્ધામાં ભાગ લઈ શક્યા નથી તો ઘણાં મિત્રોએ મહત્તમ શબ્દસંખ્યાની મર્યાદાનું ધ્યાન રાખ્યું નથી. અક્ષરનાદની કોઈ પણ સ્પર્ધા કરતા આ સ્પર્ધામાં એ રીતે ભાગ ન લઈ શકેલા અને ડિસ્ક્વોલિફાય થયેલા મિત્રો ઘણાં છે, પણ નિયમ સ્પષ્ટ રીતે મૂકેલા હોવાથી તેમાં કોઈ છૂટછાટ આપી નથી. ઘણાં મિત્રોએ માઈક્રોફિક્શનને બદલે બોધકથા કે બાળવાર્તા મૂકી છે. ઘણાંએ લઘુકથા પણ મૂકી છે, પરંતુ એ માઈક્રોફિક્શન બની શકી નથી. છ થી સાત મિત્રોએ લખ્યું છે કે તેઓ પહેલી વાર લખી રહ્યાં છે, અને એ બદલ તેમનો પ્રયત્ન અદભુત છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તેમની કલમને ઈશ્વર વધુ બળ આપે અને આવનારા સમયમાં તેઓ સ્વરૂપને ન્યાય આપીને વધુ સબળ કૃતિઓ રચી શકે એ માટે તેમને શુભકામનાઓ.

ગુણ મુજબ આ સ્પર્ધાના ક્રમાંક નીચે મુજબ છે.
૧. ભારતીબેન ગોહિલ
૨. વિપ્લવભાઈ ધંધૂકીયા
૩. પરેશભાઈ ગોધાસરા અને જગદીશભાઈ કરંગીયા (સંયુક્ત)
૪. શૈલેષભાઈ પંડ્યા અને લીનાબેન વછરાજાની (સંયુક્ત)
૫. આરતીબેન આંત્રોલીયા
૬. જેકીભાઈ ગઢવાણા
૭. સુષમાબેન શેઠ
૮. હેતલબેન પરમાર
૯. મીરાબેન જોશી
૧૦. પંકજભાઈ નદિયા
૧૧. હેલીબેન વોરા

અને જાહેરાત કરી હતી એ મુજબ ઈનામ વિજેતા મિત્રોની યાદી નીચે મુજબ છે.
પ્રથમ વિજેતા – ભારતીબેન ગોહિલ
દ્વિતિય વિજેતા – વિપ્લવભાઈ ધંધૂકીયા
તૃતિય વિજેતા – પરેશભાઈ ગોધાસરા અને જગદીશભાઈ કરંગીયા (સંયુક્ત)
પ્રોત્સાહન ઈનામ – શૈલેષભાઈ પંડ્યા અને લીનાબેન વછરાજાની (સંયુક્ત)

ઈનામ –
પ્રથમ સ્થાન – ૫૦૧/-
દ્વિતિય સ્થાન – ૨૫૧/-
તૃતિય સ્થાન – ૨૦૧/-
આશ્વાસન ઈનામ – ૧૫૧/-
ઉપરાંત વિજેતાઓને સર્જન માઈક્રોફિક્શનના પ્રથમ પુસ્તક ‘માઈક્રોસર્જન’ની નકલ પાઠવીશું.

સર્વે વિજેતા મિત્રોને ખૂબ અભિનંદન. સાહિત્યના આ નવા પરંતુ ખૂબ સુંદર સ્વરૂપની સેવા આપણે સૌ સાથે મળી કરી શકીએ અને તેને વિકસાવવાના અમારા આ પ્રયત્નમાં આપનો સહકાર સતત મળતો રહે એવી અપેક્ષા. ત્રણ માઈક્રોફિક્શનનો નિયમ એટલે હતો કે ફક્ત એક જ વાર્તાને લઈને અમે આ ખૂબ ટૂંકા પણ ચોટદાર સ્વરૂપમાં કોઈ પણ સર્જકની લેખનક્ષમતાને એરણે ચડાવવા નહોતા ઈચ્છતા. દરેક વાર્તાને ગુણ અપાયા પછી લેખકની કુલ વાર્તાઓના ગુણને તેમણે મોકલેલી વાર્તાઓની સંખ્યાના પ્રમાણમાં જ લેવાયા છે. એને લીધે ચાર કે પાંચ કે આઠ વાર્તાઓ મોકલી છે એવા મિત્રોની એક કે બે સરસ વાર્તાઓ પણ પાછળ ધકેલાઈ ગઈ છે. તો ઘણાં મિત્રોની ત્રણ પૈકીની એક વાર્તા ખૂબ જ સરસ છે, અને તેને એ મુજબ ગુણ મળ્યા પણ છે એક માઈક્રોફિક્શનની સ્પર્ધા હોય તો તેઓ ચોક્કસ કાઠું કાઢી શકે. આવી જ કેટલીક નોંધપાત્ર માઈક્રોફિક્શનના લેખક મિત્રો છે..

ગોપાલભાઈ ખેતાણી
કિશોરભાઈ પટેલ
ભાવેશભાઈ ભટ્ટ
રેખાબેન પટેલ
જયભાઈ દીક્ષિત
સુષમાબેન શેઠ
હેલીબેન વોરા
જેકીભાઈ ગઢવાણા
હેતલબેન પરમાર
મીરાબેન જોશી
અર્જુનસિંહ રાઓલજી
અનુજભાઈ સોલંકી
દર્શનભાઈ ગાંધી
આરતીબેન આંત્રોલીયા
પંકજભાઈ નદિયા
દેવભાઈ કેશવાલા
હેતાલીબેન માધાણી
રક્ષાબેન મામોતરા
કામિનીબેન મહેતા
ત્રિકુભાઈ મકવાણા
જિજ્ઞેશભાઈ સોલંકી
નિકિતાબેન રાવલ

વિજેતા મિત્રોને તેમના ઈનામની રકમ અને સર્ટિફિકેટ ટૂંક સમયમાં રવાના કરીશું. સ્પર્ધામાં ઉત્સાહભેર અને આટલી મોટી સંખ્યામાં ભાગ લેવા બદલ આપ સૌનો ખૂબ આભાર. સર્વેની કલમને મા સરસ્વતી ઐશ્વર્ય બક્ષે એ જ અભ્યર્થના.

– જીજ્ઞેશ અધ્યારૂ

aksharnaad micro fiction competition results


આપનો પ્રતિભાવ આપો....

25 thoughts on “પરિણામ – તૃતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૭)

  • Harshad Dave

    માઈક્રો ફિક્શનની ભરૂચ ખાતેની શિબિર ખૂબ જ ઉત્સાહવર્ધક અને પ્રેરક રહી. તેમાં સુશ્રી મીનલ દવેનું વક્તવ્ય મનનીય અને માર્ગદર્શક હતું. શ્રી જીજ્ઞેશભાઈ અને તેમના સહયોગી મિત્રોએ કરેલી મહેનત અને ચોકસી લાયબ્રેરીના ઉત્સાહી કાર્યકરોની પૂર્વતૈયારીઓ સુંદર હતી. સહુના સહયોગીઓના સુંદર સહયોગ બદલ સહુને ધન્યવાદ .અક્ષરનાદ અને માઈક્રો સર્જન દ્વારા સાહિત્યની દિશામાં એક નવી પહેલ અસરકારક રહી. અભિનંદન!

  • જગદીશ કરંગીયા ‘સમય’

    સૌપ્રથમ તો અક્ષરનાદનો ખુબ ખુબ આભાર કે જેમને નવોદિત લેખકો માટે આવી સરસ સ્પર્ધાનું આયોજન કર્યું.

    સાહિત્ય ક્ષેત્રે પહેલું પારિતોષિક મળવાનો આનંદ બીજા બધા આનંદ કરતા ચડિયાતો છે.

    પ્રથમ વખત જ માઈક્રો ફિકશન લખી અને તૃતીય સ્થાન પ્રાપ્ત થયું તેનો અનેરો આનંદ થયો.

    ભવિષ્યમાં પણ અક્ષરનાદ આવી અનેક સ્પર્ધાનું આયોજન કરશે એવી આશા રાખું છું.જેથી કરીને ખાસ વિદેશમાં રહેતા મારા જેવા સાહિત્ય પ્રેમીઓ પણ પોતાનો સાહિત્ય પ્રત્યેનો પ્રેમ દર્શાવી શકે.

    સૌ વિજેતા મિત્રોને અભિનંદન થતા શુભેચ્છા પાઠવનાર મિત્રોનો આભાર.

    જય ભારત.
    —————
    Jagdish Karangiya ‘Samay’ (Japan)
    https://jagdishkarangiya.wordpress.com

  • Pankaj Nadiya

    સૌ વિજેતા મિત્રો ને દિલથી અભિનંદન.
    સાથે જ ભાગ લીધેલ મિત્રોને પણ એટલાં જ અભિનંદન.

    અક્ષરનાદ ટીમનો આભાર.

    પ્રથમ વખત માઈક્રો ફિક્શન લખી. ઓછો સમય, નિયમોનું પાલન કરીને લખવું નવોદિત તરીકે કઠીન લાગ્યું. પણ સિઁલેકટેડ 11 માં સ્થાન મળ્યું એટલે અતિ આનંદ થયો.

    પુનઃ આભાર આભાર…

  • Sakshar

    બધા જ વિજેતાઓ અને ભાગ લેનારાઓ ને અભિનન્દન… આશા છે આવનારા દિવસોમા વિજેતા ક્રુતિઓ અક્ષરનાદ પર માણવા મળશે…

  • Mamtoraraxa

    બધાં વિજેતા સર્જકોને ખૂબ -ખૂબ અભિનંદન.
    નોંઘપાત્ર મઈક્રોફિકશન લખનાર સર્જકોની યાદીમાં મારું નામ વાચી આનંદ થયો. સર્જન ગ્રુપમાં માઈક્રો ફિક્શનના પાઠ શીખવનાર જીજ્ઞેશભાઈ તથા આયોજક ટીમનો ખૂબ -ખૂબ આભાર.

  • Meera Joshi

    Wah, Congratulations to all the winners.. Happy to see the names that First two winners are of Our Sarjan Family..
    Glad to see my name in 11 writers of competition list. 🙂

  • કિશોર પટેલ

    ત્રણ પૈકી એક વાર્તા સરસ હોય એવી યાદીમાં મારું નામ સામેલ થયું એનો આનંદ છે. ત્રણમાંની કઈ વાર્તા સારી લાગી એ જાણવા મળ્યું હોત તો વધુ આનંદ થાત. ખેર, વિજેતાઓને અભિનંદન. નિર્ણાયકોનો આભાર. આયોજકોનો આભાર.

  • Aarti Antrolia

    મારી વાર્તા નોંધપાત્ર સૂચિમાં પસંદ પામવા બદલ હું ખૂબ ખુશ છું. અભિનંદન ‘સર્જન’ ગ્રુપને કે જેના થકી આજે હું મારો આત્મવિશ્વાસ કેળવી શકી છું.
    સર્વે વિજેતાઓને દિલથી અભિનંદન!

  • Triku C. Makwana

    ” એક માઈક્રોફિક્સની સ્પર્ધા હોય તો તેઓ ચોક્કસ કાઠુ કાઢી શકે.” તેવા લેખકોની નોન્ધ લેવા બદલ આભાર. ” સર્જ્ન ” ગ્રુપના લોકોને આવી વાર્તા લખવાનો મહાવરો હોય પણ ” સર્જન ” ગ્રુપની બહારના વિજેતા લેખકો વધુ અભિન્ન્દનને પાત્ર ગણાય.

  • ગોપાલ ખેતાણી

    સૌ પ્રથમ અક્ષરનાદ ટિમ, નિર્ણાયક ગણ અને સ્પર્ધક મિત્રોને ખુબ ખુબ અભિનંદન. ભારતીબેન, વિપ્લવભાઈ, પરેશભાઈ, જગદીશભાઈ, શૈલેષભાઈ અને લીનાબેનને અઢળક શુભકામનાઓ. ઉપરાંત જેમની વાર્તાઓ નોંધપાત્ર રહી છે તેમને પણ હાર્દીક શુભેચ્છાઓ. અક્ષરનાદ આવું સફળ આયોજન કરતું રહે તેવી હાર્દીક અભિલાષા. જય સર્જન!

  • જીગ્નેશ કાનાબાર

    ખૂબ ખૂબ અભિનંદન સૌ લેખક મિત્રોને…. અક્ષરનાદ આપણાં જેવા નવલેખકોને પોતાની પ્રતિભા દેખાડવાની એક સોનેરી તક આપે છે.. અને એ હકીકત છે કે આ મુકામ દરેક લેખકોને એક નવી જ મંજિલ તરફનો રાહ ચીંધે છે…

    અક્ષરનાદ આવી જ રીતે અવનવું આયોજન કરતું રહે અને લેખકોને નવી તકો મળતી રહે એવી અઢળક શુભેચ્છાઓ સહ..