ચાર ગઝલરચનાઓ – પારસ એસ. હેમાણી 8
આજે પ્રસ્તુત છે જાણીતા ગઝલકાર પારસભાઈ હેમાણીની ચાર સુંદર ગઝલરચનાઓ.. અક્ષરનાદને આ ચારેય સુંદર ગઝલો પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવાબદલ તેમનો આભાર.
શુષ્ક મારી લાગણીમાં આશ પણ છે
મારી અંદર ક્યાંકતો ભીનાશ પણ છે
દૂર જાવા આમતો મથતો રહું છું
આમ તો તારા ઉપર વિશ્વાસ પણ છે