નિરુત્તર આકાશ – ડૉ. રમેશ શાહ 4
થોડા વખત પહેલાં સોમાલિયાના કોઈ ગામનું બધું જ અન્ન ખલાસ થઈ ગયું. એક પિતા તેનાં આઠ બાળકોને લઈને શહેર તરફ ચાલવા માંડ્યો. ચાલીસ માઈલ ચાલ્યો. ચાલીસ માઈલ ચાલ્યો ત્યારે રાહત કેમ્પમાં પહોંચ્યો. તે પહેલાં એક પછી એક તેનાં સાત બાળકોએ ભૂખથી તરફડીને રસ્તામાં અંતિમ શ્વાસ લીધો. પિતાએ આઠમું બાળક ડૉક્ટરને સોંપ્યું ત્યારે નીચે પડી તેણે ભગવાનનો આભાર માન્યો…