૨૬/૧૧ નો એ ગોઝારો દિવસ.. – હેમન્ત ઓબેરોય 3
મારા માટે અવિસ્મરણીય એક વધુ નવેમ્બર મહિનો પસાર થઈ ગયો. સરેરાશ મુંબઈગરાઓ માટે અને અન્ય ભારતીયો માટે ૨૬ નવેમ્બર ૨૦૦૮નો દિવસ એટલે સમુદ્રમાર્ગે આવી થોડા આતંકવાદીઓ મુંબઈ પર ત્રાટક્યા અને ૧૯૦થી વધુનો શિકાર બનાવી મોતને શરણ થયા. થોડા દિવસો પછી શહેરી જિંદગી ફરી એ જ રફ્તારથી ચાલુ થઈ ગઈ. દર વરસે ૨૬/૧૧ ના રોજ અમે આતંકીઓનો શિકાર બનેલાઓના માનમાં ભેગાં થઈએ છીએ. પહેલે વર્ષે ઘણાં લોકો આવ્યા. બીજે વરસે લોકોની હાજરી પાતળી થઈ ગઈ અને ત્રીજા વરસે તો લોકો લગભગ એ વાતને ભૂલી ગયા.