પૉડકાસ્ટ : પ્રાથમિક જરૂરીયાતો (ભાગ ૧) 5
મુક્ત અભિવ્યક્તિના આ વિશ્વમાં એક પછી એક અવનવા સાધનો અને સુવિધાઓ ઉપલબ્ધ થતા રહે છે જે અનેક માધ્યમો દ્વારા આપણી અભિવ્યક્તિની સ્વતંત્રતાને નવું પરિમાણ આપે છે. બ્લોગિંગ અને સોશિયલ મિડીયા પછી જે નવું પરિમાણ મેં અપનાવ્યું છે એ છે પૉડકાસ્ટ.. પોડકાસ્ટ એટલે તમારા અવાજમાં તમે પ્રસ્તુત કરવા માંગો છો તેવી વાત ઑડીયો સ્વરૂપે, તેના બધાં ટેકનીકલ પાસા સહિત પ્રસિદ્ધ કરવાની આખી પ્રક્રિયા. અહીં વિષયવસ્તુની પસંદગીથી લઈને તેનું રેકોર્ડિંગ, રેકોર્ડ કરેલ સામગ્રીનું ઑડીયો ફોર્મેટિંગ અને આખરી ઓપ આપવો, તેને પ્રસિદ્ધ કરતા પહેલા ટેકનીકલ જરૂરીયાતો, ક્યાં અને કઈ રીતે પ્રસિદ્ધ કરવું તથા તેની પ્રસિદ્ધિ વગેરે વિષયો પણ સમાવિષ્ટ છે.