શું છે આ નેટ ન્યૂટ્રૅલિટિ? + આપણે શું કરવું? 3
#NetNeutrality આજનો લેખ આપણા સૌને સમાન રીતે સ્પર્શે છે. ભારતમાં ઈન્ટરનેટની સ્વતંત્રતા કે વપરાશકારોની મરજી પર બંધન નાખવાના અને તેને ભોગે ફોન કંપનીઓ અને કેટલીક વિશિષ્ટ કંપનીઓને લાભ આપવાના પ્રયાસ રૂપ પ્રયત્નો અને તેની શરૂઆત છેલ્લા થોડાક દિવસમાં જોવા મળી છે. થોડાક મહીના પહેલા ઇન્ટરનેટ.ઓર્ગ નામે ફેસબુક અને રિલાયન્સની જુગલબંધી, તેની સામે સ્પર્ધા કરવા હવે એરટેલ દ્વારા શરૂ કરાયેલ એરટેલ ઝીરો પ્લેટફોર્મ ફક્ત એ જ એપ્લિકેશન્સ તમને નિઃશુલ્ક ઉપયોગ કરવા દેશે જેમની સાથે તેમણે ભાગીદારી કરી છે. તેની આ યોજનાને તેના પાર્ટનર ફ્લિપકાર્ટ દ્વારા સથવારો મળ્યો છે. આનો અર્થ એ કે જો તમારી પાસે એરટેલનું કનેક્શન હોય તો તેની પાર્ટનર એપ્સ જેમ કે ફ્લિપકાર્ટ નિઃશુલ્ક – ઈન્ટરનેટના અલગ ડેટા પેક વગર વાપરી શકો. પણ આ દેખીતો ફાયદો મોટા નુકસાનની શરૂઆત છે. આમ ઈન્ટરનેટ ફક્ત થોડીક એપ્લિકેશન્સ કે વેબસાઈટ્સમાં સંકોચાઈને રહી જશે, તેની સ્વતંત્રતા અને આપણો અધિકાર બંને જોખમમાં આવી જશે. ઈન્ટરનેટ ન્યૂટ્રલ નહીં રહે.