પેન્ડીંગ કોફી… – નીલમ દોશી 17
રોજ સવારે છાપામાં આવતા સમાચારોનૂં વિશ્લેષણ કરીએ તો તુરત જણાશે કે કોઇ પણ પેપરમાં નેગેટીવ સમાચારોનું પ્રમાણ વધારે હોય છે. પોઝીટીવ સમાચાર કવચિત જ દેખા દેતા હોય છે. બાકી ખૂન, બળાત્કાર, ચોરી, લૂંટફાટ, આત્મહત્યા, મારફાડ,વગેરે અનેક નકારાત્મક વાતોથી ટી.વી.કે છાપાઓ ઉભરાતા હોય છે.જે આપણે ચા પીતા પીતા, પેટનું પાણી પણ હલાવ્યા સિવાય આરામથી વાંચીને છાપુ બાજુમાં ફેંકી જાણે કશું ન બન્યું હોય એમ આપણા રુટિનમાં વ્યસ્ત બની જઇએ છીએ. આપણી સંવેદનશીલતા એવી તો બુઠ્ઠી બની ગઇ છે કે એવા કોઇ સમાચારો આપણને ખલેલ સુધ્ધાં નથી પહોંચાડી શકતા.