મોરલીધર પરણ્યો.. – ઝવેરચંદ મેઘાણી 2
‘એ… સોમચંદ જેઠાના ઘરનું સાગમટે નોતરું છે!’
‘એ… ભાઈ, કાળા હેમાણીના ઘરનું ન્યાતની વાડીમાં તમારે સાગમટે નોતરું છે!’
‘એ… પ્રાણજીવન વેલજીના ઘરનું સાકરનું પિરસણું લઈ લેજો!’
રોજ સવાર પડે અને શેરીએ-શેરીએ આવા લહેકાદાર સૂરો છંટાય, ગામમાં વિવાડો હતો. ન્યાતના મહેતાઓ હાથમાં લાંબો ખરડો લઈને ઘેર ઘેર આ નોતરાં ફેરવતાં હતા.