Daily Archives: March 24, 2015


જોહાન ગટેનબર્ગ – રજની વ્યાસ 7

જોહાન ગટેનબર્ગ (Johann Gutenberg) નો જન્મ જર્મનીના એક સુશિક્ષિત અને ઉચ્ચકુળના ગેન્સફ્લિશ કુંટુંબમાં સન ૧૪૩૭માં થયો હતો. જોહાનના પિતા જર્મનીમાં મેઝ ગામમાં આવેલી ટંકશાળમાં ખજાનાના મોટા અધિકારી હતા. મેઝ ગામ રહાઈન નદી ઉપર આવેલું મોટું વ્યાપારી શહેર હતું. જોહાને એક લૅટિન શાળામાં અભ્યાસ કર્યો હતો. સમય પસર કરવા તે ઘરમાં લાકડાના બ્લૉક્સ સાથે રમતો હતો. એ જમાનામાં છાપવા માટેનાં ચિત્રો પણ લાકડાના ટુકડા ઉપર કોતરી કાઢવામાં આવતાં હતા. તેના ઉપર શાહી ચોપડીને તેની છાપ કાગળ ઉપર તે ચિત્ર ઉપસાવાતું હતું એ ચિત્રો બાઈબલના વિવિધ પ્રસંગોને લગતાં હતાં.