હિંમતે મર્દા તો મદદે ખુદા : રુસિદા બડાવી – ડૉ. જનક શાહ 6
કોઈ વ્યક્તિના બાવડા કોણી નીચેથી કાપાઈ ગયેલા હોય અને એક ફોટોગ્રાફર તરીકે કામ કરે તો નવાઈ લાગે કે કેમ? ઈન્ડોનેશિયાની ૪૪ વર્ષની રુસિદા બડાવી આવી એક મહિલા છે જે બાર વર્ષની હતી ત્યારે એક કાર અકસ્માતમાં તેના હાથને કાપવા પડ્યા હતા. આજે તે કેમેરો લઈને પ્રોફેશનલ ફોટોગ્રાફર તરીકે ૨૦ વર્ષથી કામ કરી રહી છે. ઈન્ડોનેશિયાના નાના ગામમાં વીસ વર્ષથી ફોટોગ્રાફી કરી મગરૂરીભર્યુઁ જીવન વિતાવતી મહિલાએ સાચા અર્થમાં સર્જનાત્મકતા શું કહેવાય તે બતાવી આપ્યું છે. હાથની કમી તેના માટે કોઈ સમસ્યા નથી.