વાચકોની કાવ્યરચનાઓ.. – સંકલિત 5
વાચકોની અસંખ્ય પદ્યરચનાઓ અક્ષરનાદને મળતી રહે છે, રોજ લગભગ એક કૃતિ મળે છે, અને તેમાંથી પ્રસ્તુત – પ્રસિદ્ધ કરવા યોગ્ય ભલે “અમૅચ્યોર” પરંતુ શરૂઆતનું બ્યૂગલ વગાડતી નવોદિત રચનાકારોની આ કૃતિઓને સૌપ્રથમ મંચ આપવાનો આનંદ અક્ષરનાદ શરૂઆતથી જ લેતું – વહેંચતુ આવ્યું છે. જે રચનાઓ અહીં પ્રસ્તુત નથી થતી તેમાંથી આશાસ્પદ રચનાકારોને તેમની રચનાઓમાં ભૂલસુધાર વિશે તેમને સૂચવવાનો પ્રયત્ન રહે છે. આજે બે વાચકમિત્રો, અંજલીબેન જાદવ અને નિરજભાઈ માકડિયાની પદ્યરચનાઓ અત્રે પ્રસ્તુત કરી છે. ઉપરાંત મિત્ર શ્રી પી. યુ. ઠક્કરની એક પદ્યરચના પણ અહિં પ્રસ્તુત કરી છે. આશા છે વાચકમિત્રોને ગમશે. અક્ષરનાદને આ કૃતિઓ પ્રસિદ્ધ કરવા યોગ્ય ગણવા બદલ સર્વેનો આભાર.