માનવસંબંધો… – હર્ષદ જોશી 13


જે શ્વસુર પોતાની પુત્રવધૂને દીકરી તરીકે સ્વીકારી શકે નહીં તે શ્વસુર કહેવાને લાયક નથી, જે સાસુ પોતાની પુત્રવધૂને દીકરી માફક રાખે નહીં તે સાસુ કહેવાને લાયક નથી. જે પુત્રવધૂ પોતાના શ્વસુરગૃહને પોતાનુ ઘર સમજે નહીં અને પિયર પક્ષના સૌ સભ્યોને યાદ કરીને સાસુ તથા સસરાને માતા પિતા તરીકે સ્વીકારે નહીં તે પુત્રવધૂ કહેવાને લાયક નથી. જે કુટુંબ પોતાની દીકરીને સાસરે વળાવ્યા બાદ તેને સંસારમાં કનડગત કર્યા કરે એ માતા પિતાએ દીકરી વળાવી છે તેવું મનાય નહીં.

સંબંધોમાં પ્રેમ હોય તે જરૂરી છે પરંતુ એ પ્રેમમાં એક તરફનો અતિરેક થાય ત્યારે સમજવું કે સંબંધોમાં ક્યાંક તિરાડ પડવાની છે અને એ તિરાડ ક્યારેય સાંધી ન શકાય તેવી બને ત્યારે સંબંધોમાં કંકાસ ઉભો થાય છે જે જીવનમાં ખારાશ પેદા કરે છે.

પિતા અને પુત્ર સંયુક્ત કુટુંબમાં રહેતા હોય અને બન્નેના જીવન જીવવાના માર્ગે જો કાંટાળી ભૂમી પર સાચવીને પગ મૂકવા પડે એમ લાગતું હોય તો એ સંબંધ પ્રેમ સંબંધ નથી પરંતુ પિતા પુત્રનો સંબંધ ફક્ત નિભાવવા પૂરતો હશે, ત્યાં પ્રેમ નહીં પરંતુ નાની બાબતોમાં પ્રજ્વલી ઉઠે એવો ભારેલો અગ્નિ ભર્યો હશે.

પતિ પત્ની વચ્ચે જો પરણ્યા પહેલા જેવો જ પ્રેમ તે પછી પણ જળવાઈ રહ્યો હોય તો એમનું યુગલ જીવન સુંદર બની રહે છે પરંતુ વાત વાતમાં કજીયા ન થતા હોય તો પણ અંદરથી કંઈક કહેવાનું છે છતાં કહી શક્તા નથી એવું અનુભવતા પતિ પત્ની વચ્ચેના સંબંધમાં કશુંક ખૂટે છે એમ કહી શકાય. બંને એક બીજાના પ્રશ્નો અને વિચારો નિખાલસપણે એકબીજાને કહી શકે અને તેની આડ અસર કુટુંબના કોઈ પણ સભ્ય ઉપર ન થાય તો એ સાચો સંબંધ છે.

દાદા અને પૌત્ર કે પૌત્રીનો સંબંધ ફક્ત સગપણથી ગણાતો સંબંધ નથી, દાદાના મનમાં પૌત્ર કે પૌત્રી તરફ વહાલ હોય તે સહજ છે પરંતુ એ વાહાલને વશ ભૌતિક ચીજોની લાલચથી કે બિનજરૂરી ખર્ચાની આદતથી આડકતરી રીતે દાદા બાળકના ભવિષ્યને ધૂંધળુ કરે તે યોગ્ય નથી.

બાળકના જીવનઘડતરમાં તેના કુમળા માનસ પર આપણા આચારની અસર તરત કોરી પાટી પર લખાણ થાય તેમ પડે છે તેથી જો વડીલો પોતાનું આચરણ યોગ્ય ન રાખે તો બાળકને ખોટો સંદેશ જાય છે, બાળહઠને કુનેહ પૂર્વક વાળતાં આવડે તો જ તે ગેરમાર્ગે જતા અટકશે. તેને યોગ્ય ન હોય એવી માંગણીઓ સંતોષીને પ્રેમ દર્શાવવો એ ન સાંખી શકાય. આવી ટેવોથી બાળકનો ઉછેર થતા બાળક જે રવાડે ચડશે તે જોવા દાદા રહેવાના નથી અને પિતાને શોષાવાનું આવે છે.

મૈત્રી સંબંધો વિશે પણ એમ જ છે. જો બે મિત્રો પોતાના જીવનમાં બનતા પ્રસંગો એકબીજાને કહેતા કોઈ પણ પ્રકારનો સંકોચ અનુભવતા હોય તો તે સાચો પ્રેમ સંબંધ નથી. એમાં મિત્ર મિત્રના સુખ દુઃખમાં ભાગીદાર બનતો નથી, પોતાના સ્વાર્થ ખાતર એકબીજાના હૈયાની વાતો ન વહેંચતા બે લોકો મિત્રો ન કહી શકાય.

– હર્ષદ જોશી

હર્ષદભાઈ જોશીનો અક્ષરનાદ પર આ પ્રથમ લેખ છે. સંબંધો વિશે ખૂબ વિગતવાર અને લંબાણપૂર્વક તેમણે લેખન કર્યું છે અને અક્ષરનાદને પાઠવ્યું છે, એ સમગ્ર રચનામાંથી શરૂઆતનો થોડોક ભાગ અત્રે અહીં પ્રસ્તુત કર્યો છે. ગઈ કાલે વૃદ્ધ અને બાળકના સંબંધ વિશે આપણે લેખ જોયો ત્યારે આજે સંબંધોને એક બૃહદ પરીપ્રેક્ષ્યમાં જોવાનો પ્રયત્ન કરીએ. શ્રી હર્ષદભાઈ જોશીનો અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “માનવસંબંધો… – હર્ષદ જોશી

  • s u shukla

    VERY SHORT AND NICE. WORTH READING AGAIN AND AGAIN.
    I READ TWICE AND I AM IMPRESSED.
    THERE ARE LESSONS FOR EVERY ONE.
    THANKS FOR DISPLAY TO AKSHARNAD.

  • ANUPAM

    બહુ જ સુન્દર લેખ. દરેક વ્યક્તિએ આમાથિ બોધપાથ લેવો જોઇએ. લખવાનુ ચાલુ રાખજો.

  • sapana

    સંબંધો વિષે ખૂબ સરસ વાત કહી…ઉપરછ્લ્લા સંબંધો નીભાવતા આ દુનિયામાં ઘણાં લોકો છે…પણ સામાજીક મજ્બૂરી પણ હોય છે…

  • Vijay joshi

    In today’s age of disposable plastic society with low or no morals to speak of, a world full of materialistic approach to life, totally devoid of any and all morals, decaying character, it is more crucial than ever to create a warmer more affactionate personel bond not only within famiies but also within communuties, fo this to happen,there is dire need to have good role models, good teachers, good leaders, good religious leaders, a back to tradition approach, following western ways blindly is not a good thing. Modern life must balanced prudently between traditional ideals with a modern twist. Obviously old is not always gold and modern does not always mean bad so a happy rational medium must be sought.

  • jitu48

    હષર્દભાઈ,
    બ્લોગ જગતમાં આવકાર છે. અક્ષરનાદ એક મોટીવેટરનું કાર્ય કરે છે.
    અક્ષરનાદ પર સંબંધોના સંદર્ભમાં મારા કેટલાક લેખ – ડૉ. જગદીશ જોષી ના નામે મુકાયેલા છે. જીગ્નેશભાઈની પ્રેરણાથી જ મારો એક બ્લોગ –
    http://bestbonding.wordpress.com
    મુકેલો છે, જેમાં સંબંધો અને સ્વની જ ચર્ચા ચાલે છે, અનુકુળતાએ મુલાકાત લેવા આમંત્રણ છે.
    પ્રથમ લેખ બદલ અભિનંદન !

  • La'Kant

    હર્ષદભાઈએ સરસ સારપૂર્ણ તારણ કાઢ્યું…આદર્શ…ઈચ્છવા યોગ્ય તો ખરુંજ …પણ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવાય છે…અસપાસ
    અશોકભાઈ વૈષ્ણવ અને હર્ષદ દવેના વિચારો એક વધુ વિસ્તાર-વિભાવના આપે છે ,સહમત .સહજ યથાર્થ વાતો !
    એક વાર કોઈ પણ કારણસર બગડેલા-વણસેલા સંબંધો સુધારવાને મુદ્દે
    અંગત રીતે વ્યક્તિગત ” અહમ=માન-સ્વમાન”ની ભાવના-લાગણી, સેન્ટીમેન્ટલ દૃષ્ટિએ વધુપડતું મહત્વ…જીદ્દ,( હઠાગ્રહની સ્તરની) ઉપરાંત સ્વાર્થભરી દૃષ્ટિએ વિચારો,વલણ,વર્તન અને આચરણ મૂળ તકલીફો પેદા કરતાં હોય છે.. કોઈ ઘટના-બનાવ…મનદુઃખ વિષે ફેર -વિચારણા ન જ કરવાની વૃતિ .” યુ'” ટર્ન્,,લેવાનું અશક્ય બનાવી દે છે.
    મૂળ તો પોતાનો વટ=અહમ જ નડતો હોય છે બધાને…અને ‘બોટલનેક ‘
    અવરોધ સરજાતો હોય છે…સંબંધોમાં કડવાશ પ્રવેશ્યા પછી તિરાડ ભરવી અતિમુશ્કેલ .રેણ-સાંધો તોડ-જોડ… લાંબે ગાળે … જરૂરી તે ખુલ્લાશ-ઓપન-નેસ મહદ અંશે પેદા કરી શકાતી નથી . સ્વ-શિસ્ત અને વિધાયક પ્રયાસોની કમી દેખાય છે. “અન્ય પણ સાચો હોઈ શકે”નો સ્વીકાર નથી થતો એટલે… ખેલદિલી પણ નથી હોતી ત્યારે માનવ સંબંધોને જટિલ સમસ્યા બની રહેતી જોઈ શકાય છે.
    -શેરિંગ મને ગમે છે..એટલે આટલું…આ વિષયે…
    -લા’કાન્ત / ૮-૯-૧૨

  • Harshad Dave

    સહજ સંબંધ સાહજીકતાથી સ્થપાય છે પરંતુ સહજ સમજણ ન હોય ત્યાં સાચા અને સ્વાભાવિક સંબંધોનું દ્વાર ખૂલતું નથી. નિખાલસ માનસિકતા અને સંદેહથી પર વર્તન હળવાશને આવકારે છે. શ્રી હર્ષદભાઈ જોશી મનોમંથન કરીને આપણને સુખી જીવન જીવવાની કેડી કંડારી આપે છે. દરેકે સમજવા જેવી વાત આ કેડીને અનુસરીએ તો મળે છે તેને પ્રેમથી સ્વીકારજો. …હદ

  • hardik yagnik

    ખુબ નાનો પણ સરસ મઝાનો લેખ …. અક્ષરનાદમાં આપનો પ્રથમ લેખ આવકાર્ય હર્ષદભાઇ…

  • ASHOK M VAISHNAV

    સંબંધોની સાથે વણાયેલી લાગણી જ્યારે અતિ-માલિકીભાવુક બની રહે ત્યારે કોઇ પણ સંબંધ બોજ બનવા લાગે છે.
    દરેક સંબંધની પોતાની એક અનોખી વ્યાખ્યા હોય છે, જે માત્ર તેની ઔપચારિક પારંપારિક ઓળખાણ સંગ્યાથી પણ વધારે બે વ્યક્તિના વિચારોની મુક્ત આપલેની ભૂમિકા પર વધારે આધાર રાખે છે.
    લાગણીનું પ્રદર્શન અને વિચારોનો સંવાદ જેટલો મુક્ત અને પારદર્શક , તેટલો સંબંધ વધારે મીઠો અને ટકાઉ બની રહે છે.
    આવા સંબંધમાં અન્યોન્યનાં આગવાં વ્યક્તિત્વનાં અસ્તિત્વ અને વિકાસ માટે સાહજિક મોકળાશ પણ હોવાની શક્યતા પણ વધારે.
    મુક્ત અને પારદર્શક સંવાદને જો આપણે સંબંધનું ખાતર કહીએ તો વ્યક્તિતવ્માટેની મોકળાશ એ સંબધને સૂર્યપ્રકાશની ગરજ સારે એમ કહી શકાય્.