વડીલો માટે આમ તો કોમ્પ્યુટર શીખવું, બ્લોગિંગ વિશેની સુવિધાઓ, વેબસાઈટ, સોફ્ટવેર વગેરે જેવી વિવિધ જાણકારી મેળવી બ્લોગિંગ શરૂ કરવું એ કાંઈ નાનીસૂની વાત નથી. ગુજરાતી બ્લોગજગતમાં રીટારર્ડ વડીલ બ્લોગરમિત્રો ઘણાં છે, અને તેમના સતત બ્લોગિંગથી એક સમય એવો આવે છે જ્યારે તેમને પોતાના લેખનની ઈ-પુસ્તિકા પ્રકાશિત કરવાની ઈચ્છા થાય એ સ્વભાવિક છે.
આવા વડીલોને મદદ કરવા ઈ-પુસ્તક બનાવવાની તદ્દન સાધારણ અને મૂળભૂત પદ્ધતિ અહીં પ્રસ્તુત નાનકડા ઈ-પુસ્તકમાં પ્રસ્તુત કરી છે જેની સાથે ઈ-પુસ્તક વિશેના નવનીત સમર્પણ સામયિકમાં ગત મહીને પ્રકાશિત મારા લેખમાંથી પણ અમુક વિગતો લીધી છે.
માઈક્રોસોફ્ટના વર્ડ અથવા ઑપનઓફિસના ટેક્સ્ટ એડીટરની મદદથી ટાઈપ કરી ઈ-પુસ્તક પ્રસિદ્ધ કરવાની પદ્ધતિ આ પુસ્તિકા વર્ણવે છે. માર્ગદર્શન માટે અમુક સ્ક્રીનશૉટ પણ તેમાં ઉમેર્યા છે. આશા છે આ મૂળભૂત ઈ-પુસ્તિકા વડીલ બ્લોગર મિત્રો સહીત અનેકને ઉપયોગી થઈ રહેશે.
આજથી અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાંથી આ ઈ-પુસ્તિકા ડાઊનલોડ કરી શકાશે.
આભાર
જીજ્ઞેશ અધ્યારૂ
હું થોડા સમયમાં જ તેનો ઉપયોગ કરીશ.
ખૂબ ખૂબ આભાર
ઘણી ઉપયોગી થઈ પડે તેવી માહિતી. આભાર.
ધન્યવાદ
ખુબ જ સુંદર કામ કર્યું છે, જીજ્ઞેશભાઇ.
અબિનંદન અને ધન્યવાદ.
ખુબ જ સુંદર.
કિન્ડલ પર કોઈ ગુજરાતી બુક આવી રીતે મૂકી છે?
મેં પ્રયત્ન કરેલો-પણ ફોન્ટ બદલાઈ જાય છે.
મેં એક બીજી રીત શોધી છે.જેનાથી ફોન્ટ બદલાય નહિ.
તમને કે કોઈને રસ હોય તો -મહેરબાની કરી મને ઇમેલ કરજો.
અનિલ શુક્લ
pl let me know
chaitanya
અતિ ઉપયોગી માહિતી બદ્દ્લ ખુબ આભાર
ઉપયોગી છે. આભાર…હદ
મારા માટે બહુ જ ઉપયોગી છે. હું પણ સીનીયર સીટીઝન છું. અને જીવન ને માણુ છું! ગુજરાત, મોરબી માં રહું છું.