“જન્મદિવસની ઉજવણી” એ નામનો શ્રીમતી નીલમબેન હરેશભાઈ દોશીનો પ્રસ્તુત બાળનાટ્યસંગ્રહ પ્રસ્તુત કરતા અનેરો હર્ષ થાય છે. બાળસાહિત્ય એ આપણી ભાષામાં ઈંટરનેટ પર ખૂબ ઓછું ખેડાયેલુ ક્ષેત્ર છે અને તેમાંય સત્વશીલ રચનાઓ જૂજ છે ત્યારે જેને પુરસ્કાર મળેલો છે તેવો આ બાળનાટ્યસંગ્રહ વાચકોને અનેરો આનંદ અપાવશે તે ચોક્કસ છે. પ્રસ્તુત કૃતિઓ અક્ષરનાદને ઉપલબ્ધ કરાવી ઈ-પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ કરવાની તથા નિ:શુલ્ક ડાઉનલોડ માટે ઉપલબ્ધ કરાવવાની પરવાનગી આપવા બદલ શ્રી નીલમબેનનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ. તેમનું સ્વાસ્થ્ય ઝડપથી સુધરે અને તેઓ ફરી એક વખત લેખનકાર્યમાં ધમધોકાર રીતે પ્રવૃત્ત થાય તેવી સૌ વાચકો વતી શુભકામનાઓ.
પ્રસ્તુત પુસ્તક “જન્મદિવસની ઉજવણી” અક્ષરનાદના ઈ-પુસ્તક ડાઉનલોડ વિભાગમાં આજથી ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. અહીં ક્લિક કરીને ડાઉનલોડ વિભાગમાં જઈ શકાય છે.
આપના અક્ષર નાદ દ્વારા ઇ- બુકના વાચનથી જીવન કૌશલ્ય વિકાસનુ સુદર કાર્ય થઇ રહ્યુ છે. ખરેખર આપની આ સેવા અણમોલ છે.
આપના અક્ષર નાદ દ્વારા ઇ-બૂકના વાંચનથી જીવન કૌશલ્ય વિકાસનું સુંદર કાર્ય થઇ રહ્યું છે. ખરેખર આ સેવા અણમોલ છે.
lot of thanks for provide gujarati books ..really we are very very thakful to you
આપનો આભાર ગુજરાતિ સાહિત્ય માટે
નીલમ દોશી નો ખૂબ આભાર. અમૂલ્ય ભેટ આપી છે.