થોડાક શે’ર… – સંકલિત 3


મારે એક એકતારો છે
એમાં તાર એક તારો છે.
– પુષ્પાબેન વ્યાસ

કેમ ઓળંગી શકું મારા અહમને સ્વયમ ?
જેમ ઊંચો થાઉં થોડો એ ઊંચો થઈ જાય છે.
– સુધીર પટેલ

હતા મ્હેતો અને મીરાં, ખરા ઈલ્મી ખરા શૂરા
હમારા કાફલામાં એ મુસાફર બે હતાં પૂરા.
– કલાપી

જ્યાં સૂઝે ના કૈં અક્ષર, મૂંગામંતર થઈ જુઓ,
ભીતરથી રણઝણશે જંતર, મૂંગામંતર થઈ જુઓ,
હોય ભલે ના વાદળ, પણ જો હોય તરસ ભીંજાવાની,
મનમાં થાશે ઝીણી ઝરમર, મૂંગામંતર થઈ જુઓ.
– સુધીર પટેલ

અજવાળું જેના ઓરડે તારા જ નામનું,
હું એ જ ઘર છું એ જ ભલે ને ન આવ તું.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

કૌન વરના મેરી ગુરબત કા કભી કરતા ખ્યાલ ?
જખ્મ જો તુમને દિયે મેરે ખજાને હો ગયે.
(ગુરબત – ગરીબી)
– હર્ષ બ્રહ્મભટ્ટ

બાળપણમાં માના હાથે પેટભર ખાધી હતી
એ જ આ ચાંદો અને પોળી લખાવે છે મને.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

અબ સબસે પૂછતા હું બતાઓ તો કૌન થા,
વો બદનસીબ શખ્સ જો મેરી જગહ જિયા.
– દુષ્યન્તકુમાર

સાવ રંગ ને ગંધહીન આપણો સંબંધ આ
પાણી વિશે લખેલો જાણે કે નિબંધ આ.
– હર્ષદ ‘દુઃખી’

આપણી વચ્ચેનું અંતર
હવે વધી ગયું છે,
એસ.ટી.ને જણાવો કે
હવે આ રૂટ પર પણ બસ ચલાવે.
– શબ્બીર મન્સૂરી

બિલિપત્ર

મારાં આંગણિયે ઉભા રખોપિયા રે પાન અવસરનાં,
કેળ શ્રીફળ દાદાજીએ રોપિયા રે પાન અવસરનાં,
મૂળ મેલ્યાં ને છાંયડા ઝાલિયા રે પાન અવસરનાં
ઝાડ છોડી ડાળીબેન હાલિયાં રે પાન અવસરનાં.
– લોકગીત

વૈધ હમારે રામજી, ઔષધ હૈ હરિનામ,
સુંદર યહી ઉપાય, કર સુમિરન આઠૌજામ.
– સુંદરદાસ

દરિયા હરી કિરપા કરી, બિરહા દિયા પઠાય,
યે બિરહા મેરે સાધકો, સોતા લિયા જગાય.
– દરિયા સાહબ

જડ તુંબી, જડ વાંસ ને જડ ચામડા, જડ તાર
ચેતન કેરા સ્પર્શથી પ્રગટ થાય રણુંકાર
રણુંકારે મન રણઝણે, થાયે એકાકાર
બ્રહ્મનાદ ઉર ઉમટે, ગૂંજે રવ ઓમકાર
– કેશવ

સબૈ રસાયન મૈં કિયા, હરિસા એક ન કોય,
તિલ ઈક ઘત મેં સંચરે, સબ તન કંચન હોય.
– કબીર

ફુલછાબની દૈનિક રવિવારીય મધુવન પૂર્તિમાં ‘મહેકનો અભિષેક’ નામે પદ્યના માધ્યમથી ઝીલતાં અને એ ફોરમ ફેલાવતાં, સુંદર કટાર આપતાં કવિ શ્રી હર્ષદ ચંદારાણાની એ કટારના સુંદર લેખોનો સંગ્રહ ‘મહેકનો અભિષેક’ નામે પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ થયો છે. આ સુંદર પુસ્તક અચૂક વસાવવા જેવો સંગ્રહ છે જેમાં અનેકવિધ ભાવોને સાંકળતી પદ્ય રચનાઓ અને તેમાંથી ઘણાંનો આસ્વાદ તેમણે કરાવ્યો છે. આજે એ પુસ્તકમાંથી મને ગમી ગયેલા કેટલાક બેનમૂન શેર અત્રે પ્રસ્તુત કર્યા છે.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “થોડાક શે’ર… – સંકલિત