બાળકોમાં શિક્ષણ દ્વારા સંસ્કાર – પી. કે. દાવડા 11
શ્રી પી. કે. દાવડા એક રીટાયર્ડ સીવિલ એંજીનીયર છે અને હાલમા અમેરિકાના કેલીફોર્નિયામાં ફ્રીમોન્ટમાં રહે છે. ૭૬ વર્ષની ઉંમર હોવા છતાં અભિવ્યક્તિની તેમની ધગશને લઈને તેઓ છેલ્લા ત્રણેક વર્ષથી લખે છે. અક્ષરનાદ પર આ તેમનો પ્રથમ લેખ છે, છેલ્લા થોડાક વર્ષોના લેખનના મહાવરાએ તેમની કલમને ઔદાર્ય મળ્યું છે જે તેમના પ્રસ્તુત લેખમાંથી સુપેરે અભિવ્યક્ત થાય છે. શિક્ષણ પદ્ધતિના બદલાવના મૂળમાં રહેલ ખૂબ સામાન્ય પરંતુ અગત્યના ફેરફારો તેમણે સાવ બાળસહજ અને જાણીતા ઉદાહરણ દ્વારા સમજાવ્યા છે. ગુજરાતી ભાષાના શિક્ષણથી મળતી માટીની સુગંધ અંગ્રેજીના વ્યાપક પ્રભાવને લઈને નામશેષ – લુપ્ત થઈ રહી છે એ વાતની પ્રતીતી તેમના આ લેખને વાંચ્યા પછી, થયા વગર રહેતી નથી. આવો સુંદર લેખ અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી દાવડા સાહેબનો આભાર અને અનેક શુભકામનાઓ.