જ્યારે વિધાતાએ દીકરી સરજી – અજ્ઞાત, અનુ. મકરન્દ દવે 9

જ્યારે વિધાતાએ દીકરી સરજી

વિધાતાએ દીકરી ઘડી ને ત્યારે ખૂબ ખાંતે
કસબી હાથેથી એણે કરી શી કમાલ
રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું,
ખજાનો ખુટાડી કરું મલકને ન્યાલ.

દેવીયું કનેથી માગી લીધો મલકાટ
અને મધરાત કેરા માપી સીમાડા સુદૂર,
ચપટીક રજ લીધી નખેતર તણી,
અને દીકરીને આંખે ભર્યા દમકતાં નૂર.

સાકરનો લઈને સવાદ એણે દીકરીમાં,
તજ ને લવિંગ વળી ભેળવ્યા જરીક.
સૂરજનાં ધોળા ફૂલ હાસ ને હુલાસ દીધાં.
જોઈ કારવીને કીધું, હવે કાંક ઠીક.

વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ
વારે વારે હસું હસું થાય એનું મુખ
હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું,
હર્યુંભર્યું હેત નર્યું નીતર્યું આ સુખ!

મૂળ કાવ્ય –

When God created daughters,
He took very special care
To find the precious treasures
that would make them sweet and fair.

He gave them smiles of angels,
then explored the midnight skies
And took a bit of stardust
to make bright and twinkling eyes.

He fashioned them from sugar
and a little bit of spice,
He gave them sunny laughter,
and everything that is nice.

He smiled when he made daughters,
because he knew he had
Created love and happiness
for every mom and dad!

– લેખક અજ્ઞાત, અનુ. મકરન્દ દવે

શ્રી હિમાંશી શેલત દ્વારા સંપાદિત – સંસ્કૃત, બંગાળી, પંજાબી અને અંગ્રેજી કૃતિઓનો શ્રી મકરન્દ દવેએ કરેલો ગુજરાતી અનુવાદ જેમાં છે તે પુસ્તક ‘પ્રતિરૂપ’ ની પ્રસ્તાવનામાં શ્રી મકરન્દ દવે કહે છે તેમ, ‘અગાઉના જમાનામાં વડીલો વરંડામાં બેઠા હોય, મહેમાન આવ્યા હોય ત્યારે વહુવારુઓ ઘરની બહાર નીકળતી નહોતી. કોઈક વાર મહેમાનની જરા સરખી ઝાંખી થઈ જાય કે અવાજ સંભળાઈ જાય તે પરથી એ પારખી જતી કે આ તો મારો માડીજાયો! મૂળ કૃતિ જેને યાદ હોય અને તેનો અનુવાદ વાંચે તે વાચકને આવો જ ભાવ થતો હશે! એ મૂળના ભાવ અને પ્રાણને પકડી શકે. અનુવાદમાં મૂળનો અણસાર કે અવાજ ઉઠવો જોઈએ. અનુવાદક તેનો પરિચાયક છે, પિતા નહીં. મૂળ સાથે ભાવનું મળતાપણું અહીં મુખ્ય વસ્તુ છે, આમ અનુવાદ એ પ્રાણનો પરકાયાપ્રવેશ છે.’

પ્રસ્તુત મૂળ કવિતા અંગ્રેજીની ખૂબ પ્રચલિત રચના છે અને શ્રી મકરન્દ દવે દ્વારા કરાયેલો તેનો અનુવાદ પણ એટલો જ મનોહર અને સુંદર છે. બંનેના ભાવ સામિપ્યને જોઈ શકાય તે હેતુથી અહીં મૂળ કૃતિ પણ પ્રસ્તુત કરી છે. દીકરીઓ વિશેની અનુવાદિત કૃતિઓમાં આ રચનાનું સ્થાન અદ્વિતિય છે અને અનુવાદની સૌથી સરસ વાત એ છે કે પ્રસ્તુત રચના આપણી ભાષામાં જ રચાઈ હોય એટલી જ અસરકારક અને પોતીકી લાગે છે.

આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “જ્યારે વિધાતાએ દીકરી સરજી – અજ્ઞાત, અનુ. મકરન્દ દવે

 • CHANDRA

  la’kant ,”kaink “:

  દીકરી એટલે……. આંસૂઓના સગપણ
  આંસૂઓના પડેપ્રતિબિંબ એવાં દર્પણ ક્યાં છે ?
  કહ્યા વિનાયે સઘળું સમજે એવાંસગપણ ક્યાંછે?”” -કુમુદ પટવા
  પતિ-પત્ની જેવા નાજુક પ્રેમ,સ્નેહ,લાગણીભર્યા સંબંધ ઉપરાંત તે સંબંધનું ફરજંદ-પિતા/માતા પુત્રી,સંબંધનુંપારસ્પરિક “લ્હેણું”એ જે સગાઈ, “દીકરી” નામ સાથે જોડાયેલી છે,તે અંગે એટલું તો મહેસૂસ કરી શકાય કે,-એવાંસગપણ અહીં છે,અહીં છે, અહીં છે,જેમ કાશ્મીરને માટે કહેવાય છે,”‘બેહિસ્ત’ યાનેકે,’સ્વર્ગ’ અહીં છે,અહીં છેઅહીં છે… તેમ!
  દીકરી ,-એટલે હક-દાવાપૂર્વક પિતાને લાડથી વઢી શકે છે.એ પિતા-પુત્રી સંબંધનું જોડાણ ને પિતાને હૈયે
  વસતી લાડકડી-‘લાડોરાની’માં સામાહિત લાડ-કોડ એની ધ્યોતક પણ છે.દીકરી એટલે, લાલ આંખવાળા કરડી નઝરવાળા એક અક્કડ વટવાળા ‘બાપ’ નામે પુરુષની મહાનબળાઈ ,કૂણો ખૂણો પણછે. ભલભલા ખમતીધર પહાડ જેવા સખત કડક બાપને પણ પીગળાવી ઢીલો-ભીનો કરી શકે તે દીકરી.તેની સાથે જોડાયેલો છે,-નઝાકતભર્યા એક સંબંધનો મનોભાવ.
  સામાજિક જીવનમાં દીકરીને ઘણી ઉપમાઓ મળી છે! દીકરી એટલે ‘જવાબદારી,સાપનો ભારો’ એ હવે જૂનું થયું, બદલાયેલા નવા સમયમાં એ કમાઉ,પોષક દીકરો બની છે,આધાર બની છે. પવિત્રતા,મૂલ્યો,પ્રભાવ,જાન,નવતરતા,ઝંકાર,ચિંતા,
  અતિપ્રિયતા,જુદાઈનો ગમ, એવા ભાવો પણ જોડાયેલા છે.
  દીકરી,-એટલે મળેલું કુદરતનું વરદાન !
  દીકરી,-એટલે અમારી સૌથી મોંઘી આન.
  દીકરી,-એટલે અમારા ઘરની શાન.
  દીકરી,-એટલે તુલસી દળનું પાન.
  દીકરી,-એટલે પવિતર પ્રભાતિયું ગાન.
  દીકરી,-એટલે સુબહની પાક આઝાન.
  દીકરી,-એટલે ઘરની કાયમની મુસકાન.
  દીકરી,-એટલે ઘરની વસતી,માહોલ,જાન.
  દીકરી,-એટલે પરમ પવિત્ર કન્યાદાન.
  દીકરી,-એટલે ઘરનું મહામૂલું રતનજાજરમાન.
  દીકરી,-એટલે જાણે હક્દાવે થાતું રાણીનું ફરમાન.
  દીકરી,-એટલે યાને મૂડ-મસ્તી હંસી-ખુશીના પ્રાણ।
  દીકરી,-એટલે સલૂણી સવાર। તાઝ્ગીભર્યું નામ.
  દીકરી,-એટલે રસોડાની રાણી નામે રણકાર.
  દીકરી,-એટલે “ક્યારે આવશે?” નો પ્રતીક્ષિત ભણકાર.
  દીકરી,-એટલે ગર્વ,સન્માન,પ્યાર,દુલાર,હૈયાનો હાર.
  દીકરી,-એટલે એક સમયની આંસૂની વણઝાર.
  દીકરી,-એટલે ગમે તેવા સખત પત્થરદિલ બાપને,કૂંપળશી તડ પાડી પીગળાવી રડાવી દે તે શખ્શિયત .
  દીકરી એટલે અ-મારી (જે મારી નથી’)‘હયાતી! મા-બાપના અસ્તિત્વનું વજૂદ બની રહે છે.
  દીકરી એટલે ઈશ્વરે અ-મને આપેલું,આખરે,વરાયેલા વરને હિચકાતાં ‘કન્યા’ રૂપે અપાતું…અણમોલ(મહામૂલું) દાન !
  લાકાન્ત્ ” કઈક્ ” ૨૨-૮-૧ ૧
  ઁ..

 • indushah

  દીકરી એટલે દીકરી
  દીકરી વાહલનો દરિયો
  દીકરી ઠાવકાયની ખાણ
  લાગણીનો ભંડાર
  દીકરી શું નથી?

 • Lina Savdharia

  દિકરી સાસરું અને પિયર બંન્ને કુળને તારે છે.
  બંન્ને કુળ ની આબરુ સાચવે છે.
  લગ્ન નું ગીત છે ” રસોડા ની રાણી પરણી ને આવી હાં..હાં પિરસો ને થાળી રસોડા ની રાણી.

 • la'kant ,"kaink "

  દીકરી એટલે……. આંસૂઓના સગપણ

  આંસૂઓના પડેપ્રતિબિંબ એવાં દર્પણ ક્યાં છે ?
  કહ્યા વિનાયે સઘળું સમજે એવાંસગપણ ક્યાંછે?”” -કુમુદ પટવા

  પતિ-પત્ની જેવા નાજુક પ્રેમ,સ્નેહ,લાગણીભર્યા સંબંધ ઉપરાંત તે સંબંધનું ફરજંદ-પિતા/માતા પુત્રી,સંબંધનુંપારસ્પરિક “લ્હેણું”એ જે સગાઈ, “દીકરી” નામ સાથે જોડાયેલી છે,તે અંગે એટલું તો મહેસૂસ કરી શકાય કે,-એવાંસગપણ અહીં છે,અહીં છે, અહીં છે,જેમ કાશ્મીરને માટે કહેવાય છે,”‘બેહિસ્ત’ યાનેકે,’સ્વર્ગ’ અહીં છે,અહીં છેઅહીં છે… તેમ!

  દીકરી ,-એટલે હક-દાવાપૂર્વક પિતાને લાડથી વઢી શકે છે.એ પિતા-પુત્રી સંબંધનું જોડાણ ને પિતાને હૈયે
  વસતી લાડકડી-‘લાડોરાની’માં સામાહિત લાડ-કોડ એની ધ્યોતક પણ છે.દીકરી એટલે, લાલ આંખવાળા કરડી નઝરવાળા એક અક્કડ વટવાળા ‘બાપ’ નામે પુરુષની મહાનબળાઈ ,કૂણો ખૂણો પણછે. ભલભલા ખમતીધર પહાડ જેવા સખત કડક બાપને પણ પીગળાવી ઢીલો-ભીનો કરી શકે તે દીકરી.તેની સાથે જોડાયેલો છે,-નઝાકતભર્યા એક સંબંધનો મનોભાવ.
  સામાજિક જીવનમાં દીકરીને ઘણી ઉપમાઓ મળી છે! દીકરી એટલે ‘જવાબદારી,સાપનો ભારો’ એ હવે જૂનું થયું, બદલાયેલા નવા સમયમાં એ કમાઉ,પોષક દીકરો બની છે,આધાર બની છે. પવિત્રતા,મૂલ્યો,પ્રભાવ,જાન,નવતરતા,ઝંકાર,ચિંતા,
  અતિપ્રિયતા,જુદાઈનો ગમ, એવા ભાવો પણ જોડાયેલા છે.
  દીકરી,-એટલે મળેલું કુદરતનું વરદાન !
  દીકરી,-એટલે અમારી સૌથી મોંઘી આન.
  દીકરી,-એટલે અમારા ઘરની શાન.
  દીકરી,-એટલે તુલસી દળનું પાન.
  દીકરી,-એટલે પવિતર પ્રભાતિયું ગાન.
  દીકરી,-એટલે સુબહની પાક આઝાન.
  દીકરી,-એટલે ઘરની કાયમની મુસકાન.
  દીકરી,-એટલે ઘરની વસતી,માહોલ,જાન.
  દીકરી,-એટલે પરમ પવિત્ર કન્યાદાન.
  દીકરી,-એટલે ઘરનું મહામૂલું રતનજાજરમાન.
  દીકરી,-એટલે જાણે હક્દાવે થાતું રાણીનું ફરમાન.
  દીકરી,-એટલે યાને મૂડ-મસ્તી હંસી-ખુશીના પ્રાણ।
  દીકરી,-એટલે સલૂણી સવાર। તાઝ્ગીભર્યું નામ.
  દીકરી,-એટલે રસોડાની રાણી નામે રણકાર.
  દીકરી,-એટલે “ક્યારે આવશે?” નો પ્રતીક્ષિત ભણકાર.
  દીકરી,-એટલે ગર્વ,સન્માન,પ્યાર,દુલાર,હૈયાનો હાર.
  દીકરી,-એટલે એક સમયની આંસૂની વણઝાર.
  દીકરી,-એટલે ગમે તેવા સખત પત્થરદિલ બાપને,કૂંપળશી તડ પાડી પીગળાવી રડાવી દે તે શખ્શિયત .
  દીકરી એટલે અ-મારી (જે મારી નથી’)‘હયાતી! મા-બાપના અસ્તિત્વનું વજૂદ બની રહે છે.
  દીકરી એટલે ઈશ્વરે અ-મને આપેલું,આખરે,વરાયેલા વરને હિચકાતાં ‘કન્યા’ રૂપે અપાતું…અણમોલ(મહામૂલું) દાન !

  લાકાન્ત્ ” કઈક્ ” ૨૨-૮-૧ ૧
  ઁ..

 • Lina Savdharia

  જ્યારે વિધાતા એ દિકરી સરજી જાણે દુનિયા સરજી.
  દિકરી તો વ્હાલ નો દરિયો છે. દિકરી ગમે તેટલી પોતાનાં જીવન માં સુખી અને વ્યસ્ત હોય છતાં મા-બાપ અને ભાઈ-બહેન ને વિસરતી નથી.
  દિકરી સાસરે જાય એટલે પોતાનાં ઘરે ગઈ કહેવાય પરંતું તેને પિયર કદી પારકુ લાગતું નથી પિયર માંથી તેનો હક ઓછો ના થવો જોઇએ.