ડૉ. રાજેશ વણકર વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી એમ.એ અને ‘ગુજરાતી ટૂંકી વાર્તામાં પરિવેશ’ એ વિષય સાથે પી.એચ.ડી થયેલા છે. અત્યારે તેઓ સહેરા (જી. પંચમહાલ) ગવર્મેન્ટ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ નિભાવી રહ્યા છે. ગોધરા ખાતે ચાલતી ‘શબદ’ નામની સાહિત્યિક સંસ્થાના તેઓ કૉ-ઑર્ડીનેટર છે.
ડૉ. વણકર નવોદિત કવિઓની રચનાઓનું પુસ્તક સ્વરૂપે સંપાદન કરી રહ્યા છે. સંપાદન પ્રક્રિયા છેલ્લા તબક્કામાં છે. આ સંપાદનમાં સમાવેશ માટે પોતાની રચનાઓ પાઠવવા માંગતા અક્ષરનાદના વાચકમિત્રો – નવોદિત કવિમિત્રોને વિનંતિ કે તેઓ નીચેની વિગતો ધ્યાનમાં રાખે.
એક કવરમાં સ્પષ્ટ અક્ષરોમાં પોતાની ૧૦ પદ્ય કૃતિઓ (અછાંદસ, ગઝલ, કાવ્ય, ગીત વગેરે) ફોટો અને તમારા પરિચય તથા સરનામા સાથેનો ટૂંકો બાયોડેટા નીચેના સરનામે પોસ્ટ દ્વારા ત્વરિત મોકલી આપવા ડૉ. રાજેશભાઈ તરફથી જણાવાયું છે. અક્ષરનાદ આ સંપાદનમાં સંકળાયેલ નથી. અહીંથી ફક્ત આ સંપાદન વિશેનો સંદેશ કવિમિત્રો સુધી પહોંચાડવાનો ઉદ્દેશ છે. વધુ માહિતિ માટે ડૉ. શ્રી વણકરનો તેમના નીચે દર્શાવેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકાય છે.
પોસ્ટ દ્વારા કૃતિઓ અને અન્ય વિગતો મોકલવાનું સરનામું –
ડૉ. રાજેશ વણકર
રામપુરા જોડકા
તા. ગોધરા, જી. પંચમહાલ
પિન. ૩૮૯૩૪૦
મો. ૯૯૦૯૪ ૫૭૦૬૪
કવિમિત્રોને શક્ય તેટલી ઝડપથી (વધુમાં વધુ દસ દિવસમાં પહોંચે તે રીતે) તેમની રચનાઓ મોકલવા જણાવાયું છે જેથી યોગ્ય રચનાઓને સંકલનમાં સ્થાન અવશ્ય મળી રહે.
– જીજ્ઞેશ અધ્યારૂ
સંપાદક, અક્ષરનાદ.કોમ
આ લ્યો જીગ્નેશભાઈ ,
બે કૃતિઓ ;
ખબર તો પડી !
છેવટે,તું ન મળી મને, તેથી શું થયું?
તને શું ખપે છે તેની ખબર તો પડી!
પુરુષાર્થનું ફળ ન મળ્યું,તેથી શું થયું?
કર્મનું ફળ શું છે તેની ખબર તો પડી!
કે’છે ઈચ્છાઓ બધી આપણી ફળે છે!
ક્યારે?કેમ?અકળ છે! ખબર તો પડી.
આજે કંઈ કરી જોયું, ને,કાલે કંઈ થશે !
આવી કર્મભ્રમજાળ છે ખબર તો પડી!
ક્ષણક્ષણ પ્રતીક્ષા સળીઓથી માળો બાંધ્યો,
સાથે રહેવાને કામ ન આવ્યો,ખબર તો પડી.
ઘડી-બેઘડીની એ ઉન્માદ-મિલન ની ઘટના,
ચાહી હતી સતત જેને,ન ઘટી,તેથી શું થયું?
ધાર્યું આપણું નહીં,સાવ બીજા કો’કનું થાય છે,
વિધિના એવા વિચિત્ર ક્રમની ખબર તો પડી!
================================
ચાલ તને…..!
તું હમેશાં વર્તતી રહી છો,મારી ઈચ્છા મુજબ,
હું ય નથી કરી શક્યો અનાદર તારી વાતોનો.
આવા પ્રતિભાવોના વણ-લખ્યા કેવા કરારો !
આપવા-લેવાના હોય છે,લેણાં-દેણીના સંબંધો!
ચાલ, તને ગુલાબોના લિબાસ પહેરાવું!
ચાલ, તને સુગંધોના અસબાબ બતાવું!
મારા મસ્ત મિજાજની મહેલાત બતાવું,
ભીતરી એ અંગત પ્રીતની વાત જતાવું.
અંતરનો આનંદ બહારમાં પ્રકટ કરું છું,
કુદરતે દોરેલી રેખામાં જીવન ભરું છું,
જે સ્થિર છે જડ,બૂતશું,ગતિમાન કરું છું,
હળવો શો જીવંત એમાં એહસાસ ભરું છું.
સરસ કામ,
નવા કવિઓ ને સ્થાન મળશે.
અક્ષરનાદમાં હંમેશાં કાંઇક અવનવું જોવાં, વાંચવા અને સંભાળવા મળતું રહે છે. નવોદિત એટલે કે ઉગતા કવિમિત્રોને સુયોગ્ય પ્રસાર માધ્યમ મળી શકે તેની ખેવના અહીં જોવા મળે છે. તમારાં શુભ ઉદ્દેશને સલામ અને નવા કવિ મિત્રોને સાબદા થઇ જવા તાકીદ કરવી રહી. – હર્ષદ દવે.
ખુબ જ સરસ ……અતિ સુન્દર કાર્ય……..
હું બને એટલા નવા સારા કવિઓ સુધી આ સમાચાર પહોંચાડવાનો પ્રયત્ન કરીશ…….