Daily Archives: June 20, 2011


માણસાઈના દીવા – ઝવેરચંદ મેઘાણી (ઈ-પુસ્તક ડાઊનલોડ) 2

અક્ષરનાદ.કોમ આજે એક ઉપયોગી, અનોખી અને પ્રેરણાદાયક ઈ-પુસ્તક સ્વરૂપે જેની પ્રસ્તુતિ કરી રહ્યું છે તે પુસ્તક માણસાઈના દીવા વિશે કયા ગુજરાતીને કહેવાની જરૂર પડે? શ્રી ઝવેરચંદ મેઘાણીએ પુસ્તક પરિચયમાં કહેલું, “માનવી એક જટિલ સર્જન છે, ટપાલના સોર્ટરની અદાથી આપણે માનવીને પણ બે ખાનાઓમાં વહેંચી દઈએ છીએ. સારા અને ખરાબ. રવિશંકર મહારાજે માણસને માણસ તરીકે જોયા છે, એમને આવા ખાનાંઓમાં નથી નાંખ્યા. કોઈ માણસ નથી સારો કે નથી નરસો, માનવી તો અજબ મિશ્રણનો બનેલો પિંડ છે. પ્રસ્તુત પુસ્તક ‘માણસાઈના દીવા’માં એક પ્રકારનું માનવતાદર્શન છે. પણ પુસ્તકોમાં નિરૂપાતુ માનવદર્શન આપણને ગમે છે; જ્યારે એ જ નિરૂપિત માનવી આપણા પ્રત્યક્ષ વ્યવહારમાં આપણી સમક્ષ મૂકાય ત્યારે આપણે એને આપણી દુનિયાથી જુદી દુનિયાનો – ઉતરતી અને અસભ્ય, ગમાર અને ત્યાજ્ય દુનિયાનો ગણીએ છીએ. રેલગાડીના જનરલ ડબામાં બિસ્તર નાખીને આખી પાટલી રોકીને બેઠેલો ભણેલો માણસ આ ‘માણસાઈના દીવા’ ની દુનિયાના માનવીને પોતાની સામે ડરી, લપાઈ, સંકોચાઈ ઉભા રહેલા નિહાળતો હોય છે. છતાં બિસ્તરની કોર પણ વાળતો નથી. ‘માણસાઈના દીવા’ આપણને એના રસાનંદમાંથી એમાં રજૂ થયેલ જનતાના સ્નેહ તરફ લઈ જાઓ.