માસ્ટર્સ ઈન કરપ્શન ટેકનોલોજી – ‘અફાટ’ પોરબંદરી 5


{ મહેરબાની કરી ઉપરના શીર્ષકનો અર્થ એમ ન કરવો કે લેખકની ડિગ્રી માસ્ટર્સ ઈન કરપ્શન ટેકનોલોજી છે. એ ફક્ત એટલું સૂચવે છે કે આ શીર્ષકની કવિતા ‘અફાટ’ પોરબંદરી એ લખી છે. લેખક મારા ખૂબ સારા મિત્ર છે અને તેમની પોતાનું નામ જાહેર ન કરવાની વિનંતિએ તેમને આ નવું તખલ્લુસ અપાવ્યું છે. તેઓ સૂરતમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરે છે અને આ કવિતા તેમના અનુભવની રજૂઆત છે, જો કે બધાંયને આ પોતાનો અનુભવ લાગે તો નવાઈ નહીં. પ્રતિભાવો તેમને આ નવા ક્ષેત્રમાં ડિગ્રી ન લેવાની પ્રેરણા અવશ્ય આપશે…}

પગાર આવવા જવાનો અહીં અપાય છે જી
ખાવા પીવાની વ્યવસ્થા થઈ જાય છે જી

આવનારા દરેક સાથે “સેટીંગ” કરાય છે જી
પૈસાથી કદી ક્યાં કોઈનું મન ભરાય છે જી

બધાંયને એમ કે કોઈને ખબર નથી પડી
બધે ટેબલની નીચેથી વ્યવહાર થાય છે જી

ટકાવારીની તજતોડમાં મંડી રહ્યાં છે સહુ
બેઈમાનો ગાડે ગાડાં ભરીને કમાય છે જી

આવડતના નામે એમને મીંડાનું ફીંડલું છે જી
એમની ડીગ્રી માસ્ટર્સ ઈન કરપ્શન ટેકનોલોજી

કર્મ પહેલા ફળ અહીં ફિક્સ થાય છે જી
ચાટી ચાટીને ચમચાઓ ખૂબ પોરસાય છે જી

એને શું ખબર શરમ કઈ બલાનું નામ છે?
અહીં સંસ્કાર તો પસ્તીમાં વેચાય છે જી

એક સાચાની અહીં સદા હાર છે જી
અને જૂઠાને બારે માસ ત્યૌહાર છે જી

અંદરથી કોઈ રોકે તો તમે શાણા છો જી
નહીંતર જીવનમાં તમે શું કમાણા છો જી

– ‘અફાટ’ પોરબંદરી


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “માસ્ટર્સ ઈન કરપ્શન ટેકનોલોજી – ‘અફાટ’ પોરબંદરી