નમ્ર નિવેદન – જીગ્નેશ અધ્યારૂ 14


અધ્યારૂ નું જગત ની રચનાઓને પોતાના બ્લોગ પર સ્થાન આપતા મિત્રોને સવિનય વિનંતિ કે પોસ્ટ થયાના બે ત્રણ દિવસ સુધી મહેરબાની કરી પોસ્ટ કોપી કરી બ્લોગ પર પ્રસિધ્ધ ન કરે. જ્યારે પણ અન્ય બ્લોગ પર કે અન્યત્ર પ્રસિધ્ધ કરો ત્યારે પોસ્ટની લીન્ક આપે.

એક બ્લોગ પર કે વેબસાઈટ પર પ્રસિધ્ધ થયેલી પોસ્ટ તે જ દિવસે કોપી પેસ્ટ કરી અન્ય બ્લોગ પર પ્રસિધ્ધ કરવાની જરૂરત મને દેખાતી નથી.

એક જ પોસ્ટ એક જ સમયે બે બ્લોગ પર મૂકવાથી, તેની પસંદગી અને વિવેચનમાં થયેલી મહેનત લેખે લાગતી નથી, તો સામા પક્ષે  પસંદગીની પોસ્ટ અન્ય સાથે વહેંચવાની  લાગણી ધ્યાનમાં રાખતાં આખી પોસ્ટ કોપી ન કરતાં તેની લિન્ક તમે પોતાના બ્લોગ પર વહેંચી શકો છો. ગુજરાતી બ્લોગ જગતમાં આપવા માટે, વહેંચવા માટે લખલૂટ સાહિત્ય પડ્યું છે, આશા છે આપણે બધાંય કોપી પેસ્ટ પ્રવૃત્તિને રોકી કાંઈક નવું આપી શકીએ તો તે યોગ્ય હશે. મારા મતે કોપી પેસ્ટથી કે બીજાની પોસ્ટ પોતાના નામે કરવાથી કોઈ ઉદ્દેશ્ય ફળતો નથી. ક્ષણિક ફાયદો કદાચ હોઈ શકે પણ તે આપણામાંથી કોઈનો હેતુ નથી એમ મને લાગે છે.

આ નિવેદનથી જો કોઈની લાગણી દુભાઈ હોય તો તે માટે ક્ષમા માંગું છું.

જીગ્નેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

14 thoughts on “નમ્ર નિવેદન – જીગ્નેશ અધ્યારૂ

 • Amit Panchal

  હું તમારી સાથે પૂરે પુરો સહમત છું. તમારો બ્લોગ કોણ કોણ કોપી કરે છે તે જોવા અને જાણવા માટે તમે http://www.copyscape.com ની હેલ્પ લઇ શકો છો.

  ઇંટરનેટ જગત માં કોપી રાઇટ્સ જેવો ઍક નિયમ છે. જે ગમે તેને લાગુ પડી શકે છે અને જેણે કોપી કરી તેનો બ્લોગ સ્પામ અથવા તો અબ્યૂસ પણ થઈ શકે છે.

  પણ જો કોપી રાઇટ્સ ના નિયમ થી બચવુ હોય તો જે બ્લોગ પર થી તમે જે ટેક્સ્ટ કોપી કરો તે ની અંત મા ઍજ બ્લોગ ની લિંક સોર્સ કે પછી રીડ મોર કરી ને તમે ત્યા ઍ બ્લોગ ની લિંક મૂકી સકો છો. જેથી કરી ને બ્લૉંગર ની મેહનત પણ લેખે લાગી શકે…

 • વિનય ખત્રી

  આપને બધાને વિનંતી છે કે જ્યારે પણ જ્યાં પણ કૉપી કીટાણુથી લથબથ બ્લોગ કે પોસ્ટ દેખાય કે તરત તે બ્લોગરને અને વર્ડપ્રેસને તેની જાણ કરો. વર્ડપ્રેસનું ઈમેઈલ આઈડી આ રહ્યું: support@wordpress.com

 • વિનય ખત્રી

  મેં તેમને આવકાર્યા હતા ત્યારે પેજ પર લખાણ જુદું હતું પછી તેમણે તે પેજ આપના બ્લોગ પરથી બેઠ્ઠું ઉતારી દીધું! કોપી-પેસ્ટ વાળી વાત સહિત!!!!

  મારું અનુમાન સાચું પડતું જોઈ શકું છું – નવા બ્લોગરને મન બ્લોગ એટલે વર્ડપ્રેસ પર રજીસ્ટર થવાનું, અન્ય બ્લોગ પરથી ગમતી રચનાઓ કોપી કરવાની અને મિત્રોમાં બ્લોગ પર પધારવાનું આમંત્રણ આપવાનું અને કોમેન્ટ ઉઘરાવવાની ક્રિયા!

  આ વ્યાખ્યા કોઈન થઈ જાય તે પહેલાં બ્લોગ વિશેની આચાર સંહિતા બનાવી સર્ક્યુલેટ કરવાની ખાસ જરૂર છે. વર્ડપ્રેસ સાથે પણ આ રીતની આચાર સંહિતા વિશે વાતચીત ચાલુ છે.

  અમિતા(, અમ્રિતા કે અંમિતાબેન, જે હોય તે!)બેનને મેં સીધું માર્ગદર્શન આપ્યું હોય તેવું યાદ નથી. કદાચ તેમણે મારો બ્લોગ પર નેટસૅવિ વાંચીને મારું માર્ગદર્શન મેળવ્યું હોય જેનો તેમણે ઉલ્લેખ કર્યો હોઈ શકે! હું કોઈને “કોપી-પેસ્ટ” કરવા માટે ક્યારેય ગાઈડ ન કરું.

 • Heena Parekh

  હા, વિનયભાઈ, ફેરફાર દેખાય છે.

  એક વધુ કોપી માસ્ટર મળ્યા છે (જેને તમે બ્લોગ જગતમાં આવકાર્યા હતા). મારા બ્લોગ પર મેં જૂન ૧૦, ૨૦૦૮ના રોજ “મારે પણ કંઈક કહેવું છે” એ વિશે લખ્યું હતું. અને આ લખાણ મેં http://www.gujaratisahityasangam.wordpress.com પર પોસ્ટ થયેલ મારા પરિચયમાં પણ સામેલ કરેલ છે.

  આ આખુ લખાણ કોપી કરીને અમિતા પટેલ નામના સન્નારીએ તેમના “અમિ નઝર” નામના બ્લોગ પર મૂકી દીધું છે. જે આપ તેમના બ્લોગ પર જોઈ શકશો.
  http://aminazar.wordpress.com/about/
  હું આ સાથે જ તે સન્નારીને comments અને e-mail દ્વારા ફરિયાદ કરું છું. તમે પણ ધ્યાન પર લેશો.

 • વિનય ખત્રી

  નવા બ્લોગરને મન બ્લોગ એટલે વર્ડપ્રેસ પર ખાતું ખોલાવાનું રીડગુજરાતી/લયસ્તરો/ટહુકો/રણકાર કે એવા બીજા સમૃદ્ધ બ્લોગ પરથી પોતાને ગમતી રચના કોપી કરવાની, મિત્રોને અને ગુજરાતી પોયટ્રી કોર્નર ગ્રુપમાં “મારી રચના પોસ્ટ કરી છે”ની ઈમેઈલ સર્ક્યુલેટ કરીને રીતસરની કોમેન્ટ ઉઘરાવવાની.

  ઘરે આવેલા મહેમાનને “આવ્યા છો તો જમીને જજો” એવો આપણે આગ્રહ કરતા, એવો જ આગ્રહ બ્લોગ પર પણ થાય છેઃ “આવ્યા છો તો કોમેન્ટ કરીને જજો!”

  બે સરખા વાક્યો ગુજરાતીમાં લખી ન શકે એવા લોકોના બ્લોગ હોય અને તે વળી ટોપ ૧૦માં મોખરે હોય! કવિતાનો “ક” ખબર ન હોય એવાઓના કવિતાના બ્લોગ હોય અને તે પણ વળી ટોપ ટેનમાં મોખરે હોય!

  આમ નવા બ્લોગર હોય પણ તેમને રચના કોપી કરી છે તેવી જાણ કરતી કોમેન્ટ કરીએ એટલે એવી કોમેન્ટ અપ્રુવ ન કરવાની પાછી ખબર હોય!

  બ્લોગ એટલે પોતાના વિચારો (ગદ્ય/પદ્ય) વ્યક્ત કરવાનું માધ્યમ. આ વાત ભૂલાઈ જાય અને નવી વ્યાખ્યા કોઇન થઈ જાય તે પહેલાં કંઈક નક્કર કરવાનો સમય આવી ગયો છે.

 • Heena Parekh

  ખરેખર સારા સમાચાર છે. વર્ડપ્રેસ કઈ રીતે કરશે તેનો ખ્યાલ નથી. પણ આ દિશામાં કંઈ નક્કર થવું તો જોઈએ જ.

 • વિનય ખત્રી

  ફક્ત “કોપી” અને “પેસ્ટ” વડે ચલાવતા બ્લોગ વિશે વર્ડપ્રેસમાં ફરિયાદ કરવાથી સારો રિસ્પોન્સ મળ્યો છે.

  એકની એક કવિતા/લેખ પચીસ બ્લોગ પર કોપી કરીને વર્ડપ્રેસના રિસોર્સ વેડફવાની વાત તેમની સમજમાં આવી છે અને તેનું યોગ્ય નિરાકરણ કરવાની ખાતરી આપી છે.

 • rajniagravat

  જીગ્નેશભાઈ

  આ અંગે થોડી જાગૃતિ આવી છે પરંતુ વધુ લોકોને (જેઓની કોપિ થતી હોય તેઓને) ઢંઢોળવાની જરૂર છે અને વધુ ને વધુ લોકોને (જેઓ કોપિ કરવાની “જહેમત” ઊઠાવે છે)ઘોકાવાની જરૂર છે. કાર્તિકભાઇના સુચન મુજબ વિનય ભાઈ કે અન્ય લોકો પણ કે જેઓના ધ્યાનમાં આ કારીગીરી આવે એમણે બ્લોગર્સ લીસ્ટની માફક બોગસ લીસ્ટ પણ વહેતુ કરવું અને બધાએ એને અપડેટ કરીને એ ચેઈન આગળ ધપાવતા રહેવાનું.

  આ અંગે દરેકેદરેક વ્યક્તિએ પોતાના બ્લોગમાં પોસ્ટ બનાવવી, કંઇ નહી તો કમ સે કમ આ અંગે જે લોકોએ પોસ્ટ બનાવી હોય કે માહિતી આપી હોય એની લિન્ક મુકવી જોઇએ.

  અને જેમણે આ અંગે કંઇ લખ્યુ હોય તો મુંઝયા વગર ( કે લોકોને શું લાગશે ? જાહેરાત કરૂં છું વિગેરે) પોતાની પોસ્ટની લિન્ક આપવી, મારા તરફથી ફાળો આ રહ્યો –
  http://rajniagravat.wordpress.com/2009/02/19/%e0%aa%ac%e0%ab%8d%e0%aa%b2%e0%ab%8b%e0%aa%97%e0%aa%b0-%e0%aa%86%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0-%e0%aa%b8%e0%aa%82%e0%aa%b9%e0%aa%bf%e0%aa%a4%e0%aa%be/

  http://rajniagravat.wordpress.com/2009/02/25/%e0%aa%ac%e0%ab%8d%e0%aa%b2%e0%ab%8b%e0%aa%97%e0%aa%b0-%e0%aa%86%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0%e0%aa%b8%e0%aa%82%e0%aa%b9%e0%aa%bf%e0%aa%a4%e0%aa%be-ii/

 • Heena Parekh

  કોઈ વ્યક્તિનું વ્યક્તિત્વ જાણવું હોય તો તેના કર્મોને જોઈને કહી શકાય. કોપી અને પેસ્ટ કરીને બ્લોગ ચલાવનારના વ્યક્તિત્વનો ખ્યાલ તેના કુકર્મો પરથી આવી શકે છે.કંઈ પણ ખોટું કર્યાનું ભાન થવા માટે અંતરઆત્મા હોવો જરૂરી છે. શું આ બધા કોપી માસ્ટરો આત્માવિહીન છે? જો આત્માવિહીન હોય તો જિજ્ઞેશભાઈ તમારે એ લોકોની ક્ષમા માંગવાની ન હોય. કારણ કે કેટલા દિવસોથી આ વિષય પર આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે. પણ એમાંથી કંઈ પણ કોઈ સુધી પહોંચે છે? કોપી માસ્ટરો તો દિવસ રાત કોપી કરવામાં લાગ્યા જ છે.

  જે જાતે પ્રયાસ કરીને, મહેનત કરીને કૃતિઓ બ્લોગ પર મૂકે છે તેવા બ્લોગર મિત્રો આપણે સહુ સંગઠિત થઈએ અને આ દૂષણ સામે અવાજ ઉઠાવીએ. કારણ કે આપણો તો આત્મા છે.

 • વિનય ખત્રી

  બ્લોગ જગતમાં આ હમણાં બહુ જ ચાલ્યું છે. પહેલાં આવું થતું તો યાહુ ગ્રુપ્સમાં ડિસ્કસ કરીને બધા મળીને તેનું નિરાકરણ કરતા. હવે તો કોઇને પડી નથી અથવા બ્લોગ એટલે કંટોલ “સી” અને “વી” નામના (અનુક્રમે “કોપી” અને “પેસ્ટ”માટે વપરાતા) બે બટનો વડે થતી ક્રિયા એવી નવી વ્યાક્યા ઊભી થઈ છે!

  ગુજરાતી બ્લોગ બનાવવા માટે બે વાક્યો ગુજરાતીમાં લખતા ન આવડતા હોય તેમના બબ્બે બ્લોગ છે અને તેવા બ્લોગ ને લાખો ક્લિક્સ પણ મળી છે!!!

  જય હો!

 • Raj Adhyaru

  Well said Jignesh,, if people will not change mindset… we must have to take help of technology by preventing our pages for copying as text however it can be copied as html page but could not be modified…..

  Please everybody … let’s upright our beloved Gujarati literature and let’s not play like a poem of Shri Makrandji… Khabochiya ma ramo Khushalbhai….