સાહિત્યકાર મુજબ સંગ્રહ... : નિલય ભાવસાર


ગુજરાતી ‘અર્બન’ સિનેમામાં ફુગાવો.. – નિલય ભાવસાર 9

શું અત્યારે ગુજરાતી સિનેમાનો સુવર્ણયુગ ચાલી રહ્યો છે? આજકાલ ગુજરાતી સિનેમા, નાટક અને મીડિયા સાથે જોડાયેલા લોકોમાં આ પ્રકારની વાતો ચાલી રહી છે. પરંતુ તેનો સીધો અને સરળ જવાબ છે, ‘ના’. વર્ષ ૨૦૧૨માં આવેલી અભિષેક જૈનની ફિલ્મ ‘કેવી રીતે જઈશ’થી લઈને અત્યાર સુધી ઘણી બધી ગુજરાતી ફિલ્મ્સ રિલીઝ થઇ છે પરંતુ તે પૈકી માત્ર પાંચ કે છ ફિલ્મો બોક્સ ઓફીસ પર સફળ થઇ છે જેમાં ‘બે યાર’, ‘છેલ્લો દિવસ’, ‘લગે રહો ગુજ્જુભાઈ’ અને ‘થઇ જશે’ ફિલ્મનો સમાવેશ થાય છે. ફિલ્મ ‘છેલ્લો દિવસ’ની અપાર સફળતા બાદ આજકાલ ગુજરાતી ફિલ્મ્સ બનાવવા માટે જાણે લાઈન લાગી છે અને તે પૈકીના મોટાભાગના ફિલ્મમેકર્સ ‘છેલ્લો દિવસ’ જેવી અથવા તે કક્ષાની કોમેડી ફિલ્મ બનાવવા માટે મેદાનમાં ઉતર્યા છે.