Daily Archives: May 6, 2016


દ્વિતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા – પરિણામ 18

સૌપ્રથમ, આભાર સૌ સ્પર્ધક મિત્રોનો.. ઓછામાં ઓછી ચાર માઈક્રોફિક્શન સ્પર્ધા માટે જરૂરી હતી, છતાં કોઈએ એક, કોઈએ બે તો કોઈએ દસ ને કોઈએ બાર માઈક્રોફિક્શન મોકલી. અક્ષરનાદે ખંતથી ઉછેરેલા વાર્તાના આ તદ્દન અનોખા અને નવલા સ્વરૂપને સ્પર્ધાના બંધનમાં નાખ્યા વગર સૌએ પોતાના સર્જનને વધુ મહત્વ આપ્યું, પાઠવ્યું.. એ જ આ સ્પર્ધાની ફળશ્રુતિ. આપની કલમથી નિપજેલી કૃતિ કદીય કોઈ નિર્ણયના ચોકઠામાં બંધાય – ઢબૂરાય નહીં તેનું ધ્યાન આપે રાખવાનું છે, સર્જન ખૂબ સમર્પણ માગતી વસ્તુ છે, અને છતાંય એ સફળ હશે એની કોઈ ખાત્રી નથી. મને આપણા એક પ્રસ્થાપિત વડીલ સાહિત્યકારે કહેલી વાત યાદ આવે, ‘જો તને તારું લખેલું ગમે, હ્રદયના ઉંડાણથી તને એમ થાય કે એ સર્વથા ઉચિત છે, તો પછી કોઈ ઈનામ તેને નવાજી શક્તું નથી.’ આ કહેવાનું કારણ ફક્ત એ જ કે જે મિત્રોએ ખંતથી, સમય આપીને તેમની કૃતિઓ મોકલી છે, તેમને નિરાશ થવાને કોઈ કારણ નથી. એ સર્વે કૃતિઓ – જી હા, એકે એક કૃતિઓ આવનારા મહીનામાં અક્ષરનાદ પર તથા ઈ-પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ થશે જ!