તમારો મૂળભૂત હક્ક છે મતદાન… તમે મત આપ્યો?..


લોકશાહીમાં સૌથી મોટો ઉત્સવ એટલે જનપ્રતિનિધિની ચૂંટણી. આપણા રાજ્યના એક મોટા ભાગને આજે એ ઉત્સવ ઉજવવાનો અવસર મળ્યો છે. તો બાકી વિસ્તારો માટે ૧૭ ડિસેમ્બરે એ તક મળશે. મારે વડોદરામાં ૧૭ ડિસેમ્બરે મત આપવા જવાનું છે અને અત્યારે હું જ્યાં છું તે મહુવા – પીપાવાવમાં આજે મતદાન થઈ રહ્યું છે.

આપના વિસ્તારના સર્વાંગી વિકાસ માટે, રાજ્યની સલામતી, સુરક્ષા, પ્રગતિ અને સમૃદ્ધિ માટે નિષ્પક્ષ મને યોગ્ય પ્રતિનિધીની પસંદગી કરો તથા ભારત સંઘરાજ્યના બંધારણે આપણને આપેલા મતદાનના હક્કનો યોગ્ય ઉપયોગ એ જ આપણી જવાબદારી.

ધર્મ, જ્ઞાતિ, ક્ષુલ્લક અંગત ફાયદા કે પછી કોઈ પણ અન્ય લાલચને વશ થયા વગર વિકાસ અને સમૃદ્ધિના સાચા વારસદારને નિષ્પક્ષ મને ચૂંટીએ…

મતદાન કરો, એ તમારો હક્ક છે અને ફરજ પણ…

આપ સર્વેને લોકશાહીનો આ મહાન ઉત્સવ મુબારક. આપણું રાજ્ય ખૂબ સમૃદ્ધ, વિકસિત અને સંપન્ન બને, મજૂરવર્ગ – ખેડુતો – વેપારીઓ અને નોકરીયાત એમ બધાને એ સમૃદ્ધિમાં સમાન હક્ક અને હિસ્સો મળી રહે એ માટે આજનો દિવસ અત્યંત મહત્વનો બની રહેશે. આપનો એક મત એક વિસ્તારની, એક રાજ્યની અને એમ દેશની સમૃદ્ધિ માટે કારણરૂપ થઈ શકે છે એ યાદ રાખીને મતદાન અવશ્ય કરો.

– જીજ્ઞેશ અધ્યારૂ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *