Daily Archives: February 7, 2012


અવધૂત ગુરૂ દત્તાત્રેય અને તેમના ૨૪ ગુરૂઓ – વિનોદ માછી 4

ભારતીય ઇતિહાસમાં એક મહાન ઋષિ થઇ ગયા, તેમનું નામ હતું ગુરૂ દત્તાત્રેય. એકવાર યાદવ કુળના પ્રમુખ યદુ મહારાજ તેમને મળવા આવ્યા અને પ્રશ્ન પૂછ્યો કે મહાત્માજી, આ૫ આટલા મહાન જ્ઞાની, વ્યનવહાર કુશળ અને દરેક પ્રકારે જીવનમાં સફળ કેવી રીતે બન્યા? આ ભયાનક ખટપટથી ભરેલા સંસારમાં રહીને તમારી બુધ્ધિમત્તા, કર્મનિપુણતા, દક્ષતા અને તેજસ્વીતા કેવી રીતે ટકી રહી? કામ ક્રોધમાં બળવાવાળી આ દુનિયામાં રહીને સમાધાની, તૃપ્ત, સંતૃષ્ટ અને પ્રસન્ન તમે કેવી રીતે રહી શકો છો? અવધૂત ગુરૂ દત્તાત્રેય ઋષિએ સમજાવ્યું કેઃ હે રાજા, મેં બૃધ્ધિના વિકાસ માટે તથા વિશ્વમાં પોતાને સુરક્ષિત અને સફળ બનાવવા કુલ ૨૪ જીવો તથા ૫દાર્થોની પાસેથી તેમને ગુરૂ માનીને તેમની પાસેથી બોધ પ્રાપ્ત કર્યો છે. પોતાની સન્મુખ ઉપસ્થિત તમામ ૫દાર્થોના વિશેષ ગુણોને સમજીને તેને જીવનમાં અ૫નાવી લેવા, તેનામાંથી શિક્ષણ પ્રાપ્ત કરવું એ જ વાસ્તવિક શિષ્ય ભાવ છે. ઘણા લોકો એક જ ગુરૂ કે એક જ પ્રકારનું વિશેષ જ્ઞાન પ્રદાન કરે છે તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું ઇચ્છેણ છે, પરંતુ ઋષિએ સમજાવ્યું કેઃ જયાં સુધી પૂર્ણતઃ જ્ઞાન પ્રાપ્ત ના થાય ત્યાં સુધી અલગ અલગ વિષયોના ગુરૂઓને ધારણ કરતા રહો.