બ્રહ્મવેત્તા સદગુરૂની શરણાગતિ – સુમિત્રાબેન નિરંકારી 1
સત્ય જ્ઞાન હંમેશાં એક જ રહ્યું છે અને તેના માટે સાધન ૫ણ એક જ છેઃ બ્રહ્મજ્ઞાનીઓનો સંગ. સાંસારીક દ્દષ્ટિએ જોઇએ તો કોઇ વિધાર્થી કોઇ એક વિષયનું જ્ઞાન તે જ શિક્ષકની પાસેથી પ્રાપ્ત કરી શકે છે કે જે તે વિષયનો જાણકાર હોય અને બીજાને સમજાવવાની ક્ષમતા રાખતા હોય..
શ્રીમદ ભગવદ ગીતામાં જે સત્ય જ્ઞાનનો ઉલ્લેખ છે તે અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી પ્રાપ્ત થયું હતું. સંત નિરંકારી મિશનમાં તેની વિચારધારાની કુંજી માનવામાં આવે છે તે પુસ્તક સંપૂર્ણ અવતારવાણીમાં ૫ણ વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સત્ય અથવા ઇશ્વરની જાણકારી ફક્ત બ્રહ્મજ્ઞાની અથવા સદગુરૂ જ કરાવી શકે છે. આજે ગુરુપૂર્ણિમાએ ગુરુચરણમાં શરણાગતિ અને તે દ્વારા જીવનના મર્મને પામવાના યત્ન વિશે ચર્ચા કરીએ..